ETV Bharat / state

Cyclone Biparjoy: સુરતમાં બિપરજોયની અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો - Biparjoy updates live news

સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જોકે ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી રહી છે.

સુરતમાં બિપરજોયની અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ સવારથી શરૂ થયો

author img

By

Published : Jun 14, 2023, 10:42 AM IST

સુરત: વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જોકે ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો.ત્યારે ગત સાંજે પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જોકે કહી શકાય છે કે, બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ આવશે તેવી ચેતવણી: બિપરજોય વાવાઝોડું સંકટ હાલ તો દક્ષિણ ગુજરાતમાં જોવામાં આવતું નથી. પરંતુ હવે આની અસર ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, માંડવી, જામનગરમાં જોવા મળી રહ્યું છે. તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ વર્ષી રહ્યો છે.જેની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ કરી દેવામાં આવી હતી કે, દક્ષિણ ગુજરાતમાં 14 થી 16 જૂનના રોજ ભારે પવન સાથે વરસાદ વર્ષી શકે છે.17 થી 18 જૂને ભારે વરસાદ વર્ષી શકે તેવી સંભાવના પણ વ્યક્તિ કરવામાં આવી છે.આ સાથે જ રાજ્યમાં 4 દિવસ સુધી વરસાદ આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

કરોડોની સહાયઃ ફાયર બ્રિગેડ સેવાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, તમામ રાજ્યોને લગભગ રૂ. 5,000 કરોડની સહાય આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પૂરના જોખમને ઘટાડવા માટે, સાત મોટા શહેરોમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ અને પુણે રૂ. 2,500 કરોડ આપવામાં આવશે. તેની વિગતવાર યોજના તમને મોકલવામાં આવશે.

આર્મીને એલર્ટઃ હોમગાર્ડની સાથે આર્મીને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના તમામ એરબેઝ પર હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય મૂકવામાં આવ્યા છે. IMD ચીફ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થઈ શકે છે. દ્વારકા, કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, રાજકોટ, મોરબી તથા જૂનાગઢમાં ભારે વરસાદ થશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે, જ્યારે 145 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. જે વિનાશ નોતરશે.

  1. Cyclone biparjoy: અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રૂપિયાની જાહેરાત કરી
  2. ગુજરાત પર ખતરો યથાવત, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે કચ્છના જખૌ બંદર પર ત્રાટકશે 'બિપરજોય'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.