સુરત : સુરત જિલ્લામાં બાયોડીઝલનો કાળો કારોબાર (Diesel Black Business in Surat) અટકવાનું નામ નથી લેતો. પોલીસ તેમજ પુરવઠા વિભાગની વારંવાર કામગીરી છતાં આ બાયોડીઝલ (Biodiesel seized in Surat)માફિયાઓ ફરીથી સક્રિય થઈ જાય છે. તેનાથી મોટું નુકશાન પેટ્રોલ પંપ સંચાલકોને એટલે કે સીધું સરકારને થઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા
14 લાખથી વધુની કિંમતનો જથ્થો જપ્ત
ગઈકાલે સાંજે પણ માંગરોળના કોસંબા નજીક આવેલા નંદાવ પાટિયા પાસે એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોસંબા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમાંશુને બાતમી મળતા પોલીસે જગ્યા (Diesel Business Near Nandav Patiya) પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે 14 લાખથી વધુની કિંમતનું મોટી માત્રામાં બાયોડીઝલ ઉપરાંત મોટા ટેમ્પા તેમજ અન્ય સાધન સામગ્રી જપ્ત કરી હતી. ગોડાઉનમાં અલગ અલગ પેટ્રોલિયમ પ્રોડક્ટનું મિશ્રણ કરી બાયોડીઝલ (Fake Biodiesel in Surat) બનાવવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ નરોલીમાં ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા લોકોએ ડીઝલ લૂંટવા કરી પડાપડી, જુઓ વિડીઓ...
પોલીસે ત્રણ કામદારની અટકાયત કરી
કોસંબા પોલીસ (Cosamba Police Red) ઘટના સ્થળ પર રેડ કરી કામ કરી રહેલા ત્રણ કામદારોની અટકાયત કરી હતી. જ્યારે ગોડાઉનના માલિક સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.