વિદ્યાર્થીઓએ સુરત કલેકટર કચેરી બહાર મંગળવારે સૂત્રોચ્ચાર કરી સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સરકાર ધોરણ બાર પાસ, જૂના વિદ્યાર્થીઓની ધારા-ધોરણ મુજબ ફરી પરીક્ષા યોજે તેવી માગ સાથે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ વિધાર્થીઓ સાથે થયેલ અન્યાય મામલે આમ આદમી પાર્ટી વિધાર્થીઓના સમર્થનમાં આવી છે.
વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય સામે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે. સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર બે દિવસમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે, તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ચિમકી દક્ષિણ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડૂકે આપી હતી.