ETV Bharat / state

ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા ફ્લાયઓવર પરથી પટકાયો, ઘટના સ્થળે મૃત્યું - Surat Delhi Gate Bike Accident

મહાનગર સુરતમાંથી હૈયું હચમચાવી નાંખે (Surat Delhi Gate flyover Accident) એવી ઘટના સામે આવી છે. જે ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે. જેમાં એક યુવાન ઓવરસ્પીડથી (Surat Bike overspeed) બાઈક ચલાવતો હતો. જે પુલ પરથી નીચે પટકાતા ઘટના સ્થળે જ એનું મૃત્યું થયું છે.

સુરતમાં ધૂમ સ્ટાઇલમાં સ્પોર્ટ બાઈક ચલાવનાર યુવક બ્રિજ ઉપર અકસ્માત થતા નીચે પટકાયો અને મોત.

author img

By

Published : Sep 18, 2022, 7:46 PM IST

સુરતઃ સુરત શહેરના દિલ્હીગેટ ઓવરબ્રીજ ઉપર એક સ્પોર્ટ્સ (Surat Delhi Gate flyover Accident) બાઈક ઉપર બેઠેલા બે યુવક ધૂમ સ્ટાઇલમાં ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા. અચાનક સંતુલન બગડતા બાઈક ડિવાઇડર (Delhi Gate Flyover Surat) સાથે અથડાતા પાછળ બેઠેલો યુવક હવામાં ફાંગોળાઈ નીચે પટકાયો હતો. જેમાં યુવાનનું (Surat Bike overspeed) મૃત્યું થયું છે. જ્યારે બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરત શહેરમાં દિવસે દિવસે સામાન્ય રીતે સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ યુવાનોમાં વધારે જોવા મળી રહ્યો છે. જેના પરિણામ ક્યારેક માઠા આવે છે.

સ્પીડ કંટ્રોલ ન થઈઃ સુરત શહેરમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત શહેરના દિલ્હી ગેટ બ્રીજ ઉપર બે યુવકો બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બ્રીજ ઉપર ડિવાઈડર સાથે બાઈક અથડાતા બે પૈકી એક યુવક બ્રીજ ઉપરથી નીચે પટકાતા ઘટના સ્થળે મોત થયું હતું. બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

સ્ટેરિંગ પર કાબું ન રહ્યોઃ બાઈક સવારે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયો હતો. જેથી બાઇક ઉપર સવાર બે યુવાનો પૈકી એક યુવાન હવામાં ફંગોળાઈ ઓવરબ્રીજની નીચે પડ્યા હતા. એનું ઘટના સ્થળે મોત થયું હતું. મોતને પગલે તોળે ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો. આ બાબતે પોલીસે કહ્યું કે, આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. જેનું નામ સાગર આહિર છે.

કોણ છે આઃ બીજો રાજ શૈલેષ આહીર છે. આ બંને જણા રત્ન કલાકાર છે. નાઈટ શિફ્ટ કરી ઘરે જઈ રહ્યા હતા. પરંતુ તેમની બાઈકની સ્પીડ વધુ હોવાને કારણે બ્રીજ ઉપર કોઈ કારણોસર બાઈક ચલાવનાર રાજ શૈલેષ આહીરનું સંતુલન બગડતા જ ડિવાઈડર સાથે બાઈક અથડાયું હતું. પાછળ બેઠેલો સાગર હવામાં ફંગોળાઈ જતા બ્રીજ ઉપરથી નીચે પટકાતા જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. શૈલેષ આહીરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 મારફતે સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.