ETV Bharat / state

CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' કામરેજ પહોંચી, કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત

CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' આજે સુરતના કામરેજ ખાતે આવી પહોંચી હતી. મહિલા બાઇકર્સ દ્વારા સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી દ્વારા 'બાલિકા દિવસ' અને 'નારી શક્તિ'ની ઉજવણીના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી છે

CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' કામરેજ પહોંચી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 3:20 PM IST

CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' કામરેજ આવી પહોંચી

સુરત: કેન્દ્ર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની 60 મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' કામરેજ ખાતે આવી પહોંચી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી - સુરત દ્વારા બાઈકર્સનું કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત
કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત

15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે: CRPFની મહિલા બાઇકર્સ ટીમ "યશસ્વિની" સશક્તિકરણ, એકતા, સમાવેશકતા અને એકમના સંદેશ સાથે ૩ ઓકટોબરે રતનપુરથી શરૂ થયેલી મહિલા બાઇક રેલી સુરતના કામરેજ વિસ્તારમાં પ્રવેશી હતી. 15 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ 250 મહિલા બાઇકર્સની ટીમ 10 હજાર કિ.મીનું અંતર કાપી 31 ઓકટોબરે નર્મદાના કેવડીયા ખાતે પહોંચશે.

સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી
સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી

નારી શક્તિની ઉજવણીનો ધ્યેય: મહિલા બાઇકર્સ દ્વારા સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી દ્વારા 'બાલિકા દિવસ' અને 'નારી શક્તિ'ની ઉજવણીના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી છે. 3 વિવિધ ટુકડીઓમાં વિભાજીત બાઇકર્સની ટીમમાંની ત્રીજી ટુકડીએ આજ રોજ ડાંગના સાપુતારા થઈ સુરતમાં આગમન કર્યું હતું. સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે રાત્રિરોકાણ બાદ આ ટુકડી આજરોજ ફ્લેગ ઓફ દ્વારા આગળના મુકામ માટે પ્રસ્થાન કરશે.

કોણ કોણ હાજર રહ્યા: આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામિત, દહેજ પ્રતિબંધક અધિકારીઓ ડી.પી.વસાવા અને કે.વી.લકુમ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કો ઓર્ડીનેટર સ્મિતાબેન પટેલ, CRPFના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો, પ્રાંત અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રેસ નોટ આધારિત)

  1. Mari Mati Maro Desh: “મારી માટી મારો દેશ” અંતર્ગત કળશ યાત્રામાં જોડાવા આહ્વાન, દિલ્હી મોકલાશે કળશ
  2. PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.