સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(gujarat legislative assembly 2022) નજીકમાં છે. ગુજરાતમાં નેતાઓ માટે પોલિટિકલ ટુરિઝમ તેજ બન્યું છે. તમામ પક્ષના દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે(Delhi Chief Minister Arvind Kejriwal) સુરતમાં(legislative assembly) રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અરવિંદ કેજરીવાલની સભા પહેલા જ સુરત પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.
મનપા દ્વારા બેનરો હટાવાતાં બબાલ: સુરતના સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભાને લઈને આપ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા. જનસભા અને રોડશોના આસપાસના વિસ્તારોમાં આપના ઝંડાથી માંડીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જનસભા પહેલા લગાડવામાં આવેલા બેનરો હટાવતા સ્થિતિ વણસી હતી. જ્યારે મનપાના કર્મચારીઓ બેનરો હટાવી રહ્યા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની પરવાનગી હોવા છતાં ભાજપના હિસાબે તેઓ આ બેનરો હટાવી રહ્યા છે. જો કે સ્થાનિક કોર્પોરેશન પણ જેમ જેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝંડા અને પોસ્ટર બેનર લગાવતા જતા હતા તેમ તેમ સુરત કોર્પોરેશન તે બેનરો અને પોસ્ટર હટાવી રહ્યું હતું. પોલીસને સાથે રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી. જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા.
પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો: નગરપાલિકાના કર્મચારીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામે થયા હતા. થોડા સમય માટે મામલો ઉગ્ર બન્યો હતો. સુરત પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો પણ સામે આવ્યા હતા. જો કે કેટલાક નેતાઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે આમ આદમી પાર્ટીના આશરે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.