ETV Bharat / state

Rail Water Quality: રેલવેનું પાણી લેબ ટેસ્ટિંગમાં ફેઈલ, પીવાથી જોખમાઈ શકે છે આરોગ્ય - પાણીથી શરીરને નુકસાન

જો તમે રેલવેમાં મુસાફરી દરમિયાન પ્લેટફોર્મ પરના પાણી પીવો છો. તો સાવધાન થઈ જાઓ. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના પાણીની ચકાસણી કરવામાં આવી હતી. જેના રિપોર્ટમાં પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી હોવાનું સામે આવ્યું છે. વાંચો સમગ્ર અહેવાલ

પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત
પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત
author img

By

Published : Jun 30, 2023, 1:39 PM IST

Updated : Jun 30, 2023, 1:55 PM IST

સુરત: જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરતા ત્યારે તમારી તરસને રાહત આપવા માટે જે રેલના પ્લેટફોર્મ પર તમે પીવો છો તે તમારા કિડની, હાડકા અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વેસ્ટર્ન રેલવેના આરોગ્ય અધિકારીએ રેલ નીરપ્પના સેમ્પલ સુરત મહાનગરપાલિકાના લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો. લેબ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે રેલવેના પાણીમાં જે ટીડીએસ લેવલ પ્રતિ લિટર 75થી 500 મિલિગ્રામ વચ્ચે હોવું જોઈએ તે માત્ર 50 એમજી છે.

રેલવેએ તપાસના આદેશ આપ્યા
રેલવેએ તપાસના આદેશ આપ્યા

પાણીથી શરીરને નુકસાન: સુરત મહાનગરપાલિકામાં જ્યારે રેલ નીરની ગુણવત્તા તપાસ કરવા આવી ત્યારે માત્ર અધિકારીઓ જ નહીં. પરંતુ યાત્રીઓ માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે રેલના પાણીમાં જે પીડીએફ છે તે ઓછું છે અને તે પીવા લાયક પણ નથી. આ પાણીની અંદરથી મિનરલ પણ ગાયબ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ શરીરના કેટલાક ઓર્ગન જેવા કે લીવર કિડની અને હાડકાને પણ નુકસાન કરી શકે છે.

પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત
પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત

પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત: સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણના સ્ટોલ નંબર 33 પરથી પાણીના સેમ્પલ લેવાયા હતા. 10 જેટલા માપદંડને લઈ પાણીની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી છે. આ પાણીમાં કેલ્શિયમ અને મિનરલ નહીવત છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પાણીને જરૂરથી પણ વધારે ફિલ્ટર કરી દેવામાં આવ્યા છે જેના કારણે જે ટીડીએસ 75 થી 500 એમજી હોવું જોઈએ તે ઘટીને 50 એમજી છે. ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ્ડ સોલીડ જે પાણીમાં ખૂબ જ ઓછા મળ્યા હતા.

રેલવેએ તપાસના આદેશ આપ્યા: મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટના કારણે હવે રેલવે તંત્ર હરકતમાં છે. 9 પાનાના રિપોર્ટ તૈયાર કરી વેસ્ટન રેલવે મુંબઈ વિભાગે આઇઆરસીટીસીને પત્ર લખી સમગ્ર મામલે તપાસના નિર્દેશ આપ્યા છે. અગત્યની વાત આ છે કે પાણીના સેમ્પલ સુરત રેલવે સ્ટેશન પરથી 23 મી માર્ચના રોજ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેની ઉપર એક્સપાયરી ડેટ 12મી સપ્ટેમ્બર લખવામાં આવી હતી.

સમગ્ર મામલે તપાસ: સુરત મહાનગરપાલિકાની લેબમાં જ્યારે સેમ્પલ અનફિટ આવ્યું છે ત્યારે પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગના ડી આર એમ નીરજ વર્માએ જણાવ્યું હતું કે અમને તમામ પ્રકારની જાણકારી મળી છે અને જે રિપોર્ટ આવ્યો છે તેના આધારે અમે તપાસ કરીશું. ગુણવત્તા શા માટે ઓછી આવી છે તે સંવેદનશીલ મુદ્દો છે અને તે અંગે અમે તપાસ શરૂ કરી છે.

  1. Health Tips: જે લોકો પુરતુ પાણી નથી પીતા તેમનામાં અકાળ મૃત્યુનું જોખમ વધારે
  2. થોડા જ દિવસોમાં સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે આ પાણીનો ઉપયોગ કરો

Last Updated : Jun 30, 2023, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.