- બારડોલી તાલુકા પંચાયતની 21 બેઠકો માટે યોજાયું મતદાન
- તાલુકા પંચાયતના 49 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
- ખોજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા
બારડોલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બારડોલી તાલુકા પંચાયતમાં 22 બેઠકો પૈકી ખોજ બેઠક પર ભાજપની મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ હતી. જેથી 21 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેના પર 49 ઉમેદવારોનું ભાવિ રવિવારે EVMમાં સીલ થયું હતું.
તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 14 ઉમેદવારો મેદાનમાં
તાલુકામાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉપરાંત કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ તાલુકામાં જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર 14 ઉમેદવારો મેદાનમાં હતા.
અંદાજીત 67 ટકા મતદાન
સામાન્ય ખેંચતાણ સિવાય તમામ મતદાન કેન્દ્રો પર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સાંજે 06:00 વાગ્યા સુધીમાં અંદાજિત 67 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.