ETV Bharat / state

બારડોલીના સાયકલિસ્ટ અને દોડવીરોને મળશે વધુ મોકળાશ : 8 KMનો વિશેષ રૂટ જાહેર કરાયો - સોલર લાઈવ રિફલેક્ટર

બારડોલીના સાયકલિસ્ટ અને દોડવીરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. તેમની સુવિધા માટે બારડોલી SDM દ્વારા એક વિશેષ રૂટની જાહેરાત કરવામાં આવી છે. આ 8 KMનો રૂટ સાયકલિંગ અને દોડવાનો શોખ ધરાવતા લોકોને વધુ મોકળાશ પૂરી પાડશે. બારડોલીના શિવાજી ચોકથી શરૂ થતો આ રૂટ કડોદ રોડથી ફાટક ઓળંગી, ધામદોડ સાઈ મંદિર થઈ રાજપરા લુમ્ભા, સાંકરી સ્વામિનારાયણ મંદિર થઈ રાયમ ચોકડી ખાતે પૂરો થશે.

બારડોલી SDM
બારડોલી SDM
author img

By

Published : Oct 6, 2020, 10:53 PM IST

સુરત : ભારત સરકારની ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત બારડોલી SDM દ્વારા સાયકલ અને રનિંગ રૂટની જાહેરાત કરવામાં આવી છે. બારડોલી તાલુકાના આરોગ્ય જાગૃત નાગરિકો દ્વારા એક વિશેષ રૂટ જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જે પૂર્ણ થતા સાયકલિસ્ટસ અને રનર્સમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા કુલ 8 KMનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ રૂટ પર હવે લોકોને સાયકલ ચલાવવા, દોડવા અને ચાલવા માટે મોકળાશ મળશે.

cycling route in Bardoli
8કિમીનો વિશેષ રૂટ જાહેર કરાયો

ભારત સરકારની ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત તાલુકાના આરોગ્ય જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન તેમજ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ સાયકલિસ્ટ અને દોડવીરો તેમજ સવારે ચાલતા જતા લોકો માટે એક વિશેષ રૂટ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ રસ્તાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ બાદ બારડોલીના શિવાજી ચોકથી ધામદોડ સાંઈબાબા મંદિર થઈ રાજપુરા લુમ્ભા, સાંકરી સ્વામિનારાયણ મંદિર થઈને રાયમ ચોકડી સુધીનો રૂટ મંગળવારના રોજ SDM દ્વારા જાહેરનામું બહાર પાડી સાયકલ/ રનિંગ રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ રૂટ માટે SDM દ્વારા બારડોલી નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ પંચાયત અને માર્ગ મકાન વિભાગ સ્ટેટને આ માર્ગ પર જરૂરી સુવિધા ઉભી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ રૂટ પર નીચે મુજબની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

  • રૂટના પ્રવેશદ્વાર પર ફિટ ઇન્ડિયાનું એન્ટ્રી બોર્ડ જાહેરનામાના ઉલ્લેખ સાથે મૂકવામાં આવશે
  • આ રૂટ પરથી પસાર થતા દરેક વાહનની ગતિ મર્યાદા 40 કિમી/કલાક રાખવી પડશે
  • જે માટે રોડ પર સ્પિડ રિફલેક્ટર પણ મુકાશે
  • આ રૂટના રોડને રિસરફેશ કરવાની કામગીરી કરવામાં આવશે
  • ઉબડખાબડ સ્પિડ બ્રેકરને વ્યવસ્થિત કરી સફેદ પટ્ટા અને સોલર લાઈવ રિફલેક્ટર મુકવામાં આવશે

પોલીસ આ રૂટ પર સઘન પેટ્રોલિંગ કરશે

આ રૂટ પર તમામ વાહનોએ 40 કિમી/કલાકની ઝડપથી જ વાહનો ચલાવવાના રહેશે. ગતિ મર્યાદા માટે પોલીસની ટીમ તેમજ ARTO પણ સતત પેટ્રોલિંગ કરતી રહેશે. આ ઉપરાંત મહિલા સાયકલિસ્ટ અને રનર્સની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે. જેથી અસામાજિક તત્વો પર કાબુ મેળવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.