- કોરોના જનજાગૃતિ રથ"નુ ગાઢવી ગામેથી પ્રસ્થાન કરાયુ
- આહવા તાલુકાની 19 ગ્રામ પંચાયતોના 76 ગામોમા જાગૃતિ અભિયાન
- "કોરોના ટેસ્ટ" અને "વેક્સીનેસન" બાબતે જનજાગૃતિ કેળવાશે
ડાંગ: કલેકટર ભાવિન પંડયા, તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા ગ્રામીણ પ્રજાજનોમા "કોરોના ટેસ્ટ" અને "વેક્સીનેશન" બાબતે પ્રવર્તતી જુદી જુદી ગેરમાન્યતાઓને દુર કરી, કોરોના સામે લડવા માટેના આ બે અમોધ શસ્ત્રો અંગેની સાચી માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરુ થયેલા આ "કોરોના જનજાગૃતિ રથ"નુ ગાઢવી ગામેથી પ્રસ્થાન કરાયુ હતુ.
જનજાગૃતિ રથનુ ગાઢવી ગામેથી પ્રસ્થાન કરાયુ
તા.20મી મે થી શરુ કરાયેલા આ "કોરોના જનજાગૃતિ રથ"ના માધ્યમથી પ્રથમ દિવસે ગાઢવી સહીત દિવાનટેમ્બ્રુન, જામલાપાડા, જામનવિહિર, ચનખલ, સુક્માળ, પીપલ્યામાળ, અને નિલશાક્યા ગામે જનજાગૃતિ કેળવવામા આવી હતી. આ રથના પ્રસ્થાન વેળા ગાઢવીના સામાજિક કાર્યકર બાબુરાવ ગાંગુરડે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ગાઢવીના તબીબી અધિકારી ડો.કિંજલ પટેલ તથા તેમની ટીમ, પ્રગતિ મહિલા મંચ-આહવાના પ્રમુખ ઉર્મિલાબેન ભોયે, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, આહવાના ક્લસ્ટર મેનેજર કીર્તીભાઈ પટેલ, નીતાબેન પટેલ, પસોત્તમભાઈ દારા વિગેરેએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી હતી. જનજાગૃતિ રથના પ્રસ્થાન કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના રીબ્કાબેન વસાવા, અને અલ્પેશભાઈ દારાએ કર્યુ હતુ.
આ પણ વાંચો : બારડોલી અને મહુવામાં કેસોમાં સામાન્ય ઘટાડો થતા વિકેન્ડ લોકડાઉન હટાવવા લેવાયો નિર્ણય
કોરોના જનજાગૃતિ રથ 7 દિવસ 76 ગામોમમાં ફરશે
"કોરોના જનજાગૃતિ રથ"ના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર તા.21 ના રોજ આ રથ ગોંડલવિહિર, મહાલપાડા, અને મોરઝીરા પંચાયતના કુલ 12 ગામોમા ફરશે. તા.22 ના રોજ ચિંચલી અને હારપાડાના 12 ગામો, તા.24 ના રોજ બોરખલ, ચોક્યા, અને વાસુરણાના 15 ગામો, તા.25 ના રોજ ટાકલીપાડા, ધવલીદોડ, અને ડોન પંચાયતના 9 ગામો, તારીખ 26ના રોજ ભવાનદગડ અને પીમ્પરી પંચાયતના 15 ગામો, તથા તા.27 મે ના રોજ આહવા અને ઘોઘલી ગ્રામ પંચાયત હસ્તકના 4 મળી કુલ 76 ગામોમા જનજાગૃતિ જગાવશે.