ETV Bharat / state

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા - સુરતની સ્મીમેર હોસ્પિટલ

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (Surat's Schmeier Hospital) ફરી એક વખત વિવાદમાં સામે આવી છે. આ હોસ્પિટલ ત્રણ સિનિયર વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યાની ઘટના સામે આવતા (Schmeier Hospital Controversy) ચકચાર મચી જવા પામી છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

author img

By

Published : Mar 22, 2022, 1:13 PM IST

સુરત :સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની (Raging at Schmeier Hospital) ઘટના સામે આવી છે. ત્રણ સિનિયર વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. કેઝ્યુલિટી વિભાગ પાસે શનિવારે રાત્રે 10 વાગ્યાની ઘટના હતી. ક્લિપ વાઇરલ થતાં ડીને રેગિંગ ગણાવી તપાસ શરૂ કરી છે. બીજી તરફ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા

વિડીયો વાયરલ - પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં છે. ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને દોડાવવામાં આવ્યા તેનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ (Surat's Schmeier Hospital) દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના ત્રણ ઓર્થોપેડિક વિભાગના ત્રણ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થી, બે જુનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો વિડીયો બહાર આવ્યો છે. જે ઘટના બાદ હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

આ પણ વાંચો : Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો

શ્વાસ ફુલતા પરસેવાથી રેબઝેબ - શનિવારે રાત્રે 10 વાગ્યે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર એક મેડિકલ વિદ્યાર્થી કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસ બારીના ભાગે વધુ સમય સુધી (Schmeier Hospital Controversy) દોડતો દેખાઈ રહ્યો હતો. જેના લીધે તેનો શ્વાસ ફુલવા લાગ્યો હતો અને પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. વિડીયો વાયરલ થતા જાણવા મળ્યું હતું કે જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓએ સજા માટે દોડાવ્યો હતો.

અભદ્ર વ્યવહાર - વીડિયો જોઈ હોસ્પિટલ તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. તેને અડધો કલાક દોડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને સારવાર માટે આવેલા દર્દી તેમના સંબંધી તેમજ સ્ટાફ અને અપમાનિત કરી રહ્યા હતા. ઓર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ વિદ્યાર્થીઓ તેમના વિભાગના એક જુનિયર વિદ્યાર્થી ને હેરાન કરતા હતા. અન્ય એક જુનિયર વિદ્યાર્થી સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક 25 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ

પાંચ સિનિયર ડોક્ટર તપાસ કરી રિપોર્ટ રજૂ કરશે - એક બાજુ સજા કરનાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓએ તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો. જ્યારે બીજી તરફ હોસ્પિટલના દિન એ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે. સ્મીમેર હોસ્પિટલના ડીન ડોક્ટર દિપક હાવલે જણાવ્યું હતું કે, બે દિવસથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક જ સ્ટુડન્ટ (Schmeier Rushed the Hospital Students) દોડતા નજરે આવે છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ઓર્થોપેડિક વિભાગથી છે જે પણ ઘટના બની તે યોગ્ય નથી. શું ઘટના બની છે તે તપાસ માટે તપાસ સમિતિની રચના કરી છે. જે પણ રિપોર્ટ આવશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પણ અમે પૂછ્યું પણ તે કશું કહેવા તૈયાર નથી. રેડિયોલોજી, માનસિક, અને પી.એસ.એમ સહિતના પાંચ વિભાગના પાંચ સિનિયર ડોકટરો તપાસ કરી રિપોર્ટ રજૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.