ETV Bharat / state

Umara Police Stationમાં તેના જ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ અપહરણ અને લૂંટની ફરિયાદમાં ધરપકડ કરી - Nirav Bhavesh Soni

સુરત શહેરના જ એક પોલીસકર્મી પર અપહરણ અને લુંટનો ગુનો નોંધાતા ચક્ચાર મચી જવા પામી છે. યુવક દારૂ પીવે છે એમ કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. કારમાં અપહરણ કરીને 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં Umara Policeએ તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ કરી છે.

હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ અપહરણ અને લૂંટની ફરિયાદમાં ધરપકડ કરી

author img

By

Published : Jul 7, 2021, 9:41 AM IST

  • યુવકને દારૂ પીવે છે એમ કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી
  • યુવકનું અપહરણ કરી માર મારી 30 હજાર પડાવી લીધા
  • ઉમરા પોલીસે તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ કરી

સુરત : રક્ષક જ ભક્ષક બને એ પ્રકારની ઘટના સામે આવી છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના ભટાર ટેર્નામેન્ટ નજીક સુયોગ નગરમાં રહેતો નીરવ ભાવેશ સોની (Nirav Bhavesh Soni) ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો વહતો. બે દિવસ અગાઉ સાંજે વેસુ અગ્રવાલ સ્કુલની નજીક હેપ્પી હોલ માર્ક કોમ્પ્લેક્ષમાં પાન પાર્લરની સામે મોપેડ પર બેસી સિગારેટ અને થમ્સઅપ પી રહ્યો હતો.

પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી

લાલ કલરની સ્વીફ્ટ કારમાં વિલેશ ફતેસિંહ નેમ પ્લેટ વાળી ખાખી વર્દીધારી અને એક સિવિલ ડ્રેસમાં એમ બે યુવાનો ઘસી આવ્યા હતા. આ બન્ને યુવાન થમ્સઅપની બોટલમાં દારૂ પીવે છે. એમ કહીને ત્રણેક તમાચા મારી જબરજસ્તી કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : લાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગ ઝડપાઈ

રોકડા 5 હજાર અને મોબાઇલમાં ગુગલ પે એપ્લિકેશનથી 25 હજાર લીધા

જેલમાં જવું ન હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે એમ કહીને પુન:મારમારી પર્સમાંથી રોકડા 5 હજાર અને મોબાઇલમાં ગુગલ પે એપ્લિકેશનથી 25 હજાર ચીન્ટુ દુબે નામના યુવાનના ગુગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ પણ વાંચો : Murder : બાતમીદાર હત્યા મામલે અનિલ કાઠી ગેંગના 2 સાગરિત ઝડપાયાં

નીરવને જ્યાંથી કારમાં જબરજસ્તી લઇ ગયા હતા ત્યાં જ પરત ઉતારી બન્ને ભાગી ગયા

નીરવનું કારમાં અપહરણ કરી લીધું હતું અને કારમાં એક-દોઢ કલાક સુધી ફેરવ્યા બાદ વેસુ હેપ્પી હોલ માર્ક કોમ્પ્લેક્ષ પાસે ઉતારી દઇને આ વાત કોઇને કરશે તો તને છોડીશું નહિ તેવી ધમકી આપીને જયાંથી નીરવને જબરજસ્તી કારમાં લઇ ગયા હતા ત્યાં જ પરત ઉતારી બન્ને જણા ભાગી ગયા હતા.

આ પણ વાંચો : સુરતમાં 94 ગુના કરનારો શખ્સ નેપાળના SIM Card સાથે ગુજસિકોટ કેસમાં ઝડપાયો

પોલીસે તેના જ પોલીસકર્મીની ધરપકડ કરી

આ સમગ્ર ઘટના અંગે નીરવે ગત રોજ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉમરા પોલીસે તેના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે લૂંટ અને અપહરણના ગુનામાં વિલેશ ફતેસિંહની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.