આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાયેલી ટેબલ ટેનિસમાં સુરતના હરમિત દેસાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.એટલું જ નહીં ટેબલ ટેનિસમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ ઉજ્જવળ કર્યું હતું.હરમિત દેસાઈ સિવાય અન્ય 15 ખેલાડીઓ છે,જેમના નામની ભારત સરકારે અર્જુન એવોર્ડ માટે પદંગી કરી છે.જે પૈકી સુરતના હરમીત દેસાઈનો પણ સમાવેશ થાય છે.
હરમીત દેસાઈના નામની અર્જુન એવોર્ડ માટેની જાહેરાત બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.સુરતમાં રહેતા માતા - પિતા અને ભાઈને સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.હરમિતના નામની જાહેરાત અર્જુન એવોર્ડ માટે થતા માતા - પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.આ સાથે જ આગામી 29 મી તારીખના રોજ દિલ્લી ખાતે સરકાર દ્વારા તમામ 16 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી રૂપિયા પાંચ લાખનું ઇનામ પણ આપવામાં આવશે.