ETV Bharat / state

સુરત અગ્નિકાંડ કેસના આરોપીઓનો કેસ ન લડવા બાર કાઉન્સીલને અપાયું આવેદનપત્ર - Surat's fire case

સુરતઃ શહેરના તક્ષશીલા આર્કેડમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતક બાળકોના સમાજ દ્વારા આરોપીઓના કેસ ન લડવા માટે બાર કાઉન્સિલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સુરતના અગ્નિકાંડ કેસમાં આરોપીઓનો કેસ લડવા બાર કાઉન્સીલને આવેદન
author img

By

Published : Jun 7, 2019, 7:51 PM IST

સુરતના તક્ષશીલા આર્કેડમાં થયેલાં અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા. જેનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યભરમાંથી તંત્રની બેદરકારી ભર્યા વલણનો વિરોધ થઇ રહ્યો હતો. જેના કારણે તંત્રને ઝડપી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આ કેસની સુનવણી કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે મૃતકોના સમાજના લોકોએ કોર્ટમાં પહોંચીને આરોપીઓનો કેસ ન લડવા માટે બાર કાઉન્સીલને આવેદન આપ્યું હતું.

સુરત અગ્નિકાંડ કેસના આરોપીઓનો કેસ ન લડવા બાર કાઉન્સીલને અપાયું આવેદનપત્ર

સમાજના અગ્રણીઓ જણાવે છે કે, આ અકસ્માત માનવસર્જિત છે ,લોકોની બેદરકારીના કારણે આ દૂર્ઘટના થઇ છે. તેમને કડકમાં કડક સજા થવી જોઇએ. તમામ આરોપીઓ પ્રત્યે કોઇ હરેમદીલી રાખવામાં ન આવે તેમજ કોઇ વકીલ પણ તેમનો કેસ ન લડે તે માટે બાર કાઉન્સીલને વિનંતી કરી રહ્યાં છે.

R_GJ_05_SUR_07JUN_AWEDAN_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : તક્ષશીલા આર્કેડ માં  બનેલા અગ્નિકાંડ પ્રકરણમાં 22 માસુમના મોત નિપજ્યા હતા આજે મૃતકોના સમાજના લોકો સુરત કોર્ટ પહોંચી સુરત બાર કાઉન્સીલ ને આવેદનપત્ર આપી અગ્નિકાંડના તમામ આરોપીઓના કેસ ન લડવાની અપીલ કરી હતી.

દેશ દુનિયા ને હચમચાવી દેનાર સુરત અગ્નિકાંડ ને લઈ લોકોમાં રોષ દિવસે દિવસે વધી રહ્યુ છે. ઘટનામાં મૃત્યુ પામનાર 22 જેટલા માસુમો ના સમાજના લોકો આજે સુરત કોર્ટમાં હાથમાં પોસ્ટર લઈ પહોંચી ગયા હતા.સમાજના લોકોએ બાર કાઉનસીલને આવેદન પત્ર આપી કસૂરવાર આરોપીઓ સામે વકીલ કેસ ન લડે તે બાબતે રજુવાત કરવામાં આવી હતી.

તક્ષશીલા આરકેડમાં સર્જાયેલો હત્યાકાંડ માનવ સર્જિત હોવાનું સમાજના અગ્રણી માની રહ્યા છે જેથી આ દુર્ઘટનાના તમામ આરોપીઓ ના કેસ સુરતના કોઈ વકીલ ન લડે એવી માંગણી કરવામાં આવી છે.

બાઈટ : દિપક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.