- ઇન્જેક્શન,વેક્સિન સહિત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછત
- ગ્રામીણ વિસ્તારમાં વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી
- ગામડાઓમાં વેક્સિનનો સ્ટોક ન હોવાના કારણે કોંગ્રસના દેખાવો
સુરત: જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા PHC અને CHC હેલ્થ સેન્ટરો સહિત રેફરેલ હોસ્પિટલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછત તેમ જ રેમડેસીવીર ખૂબ જ જરૂરિયાત ઉભી થતા કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર આજરોજ રવિવારે મૌન દેખાવો કર્યા હતા. આ અંગે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે મોટા પાયે વેક્સિનની જાહેરાત કરી દીધી છે. પરંતુ, ગ્રામીણ વિસ્તારમાં વેક્સિનનો ઉપલબ્ધ સ્ટોક ન હોવાના કારણે અહીં સંક્રમણ વધ્યું છે. આજે પણ લોકો વેક્સિનથી વંચિત રહ્યા છે.
આ પણ વાંચો: કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતું હોવાથી કોરોનાના કેસ ઓછા દેખાઈ રહ્યા છેઃ અર્જૂન મોઢવાડિયા
કોવિડ આઇસોલેશન સેન્ટરો ઉભા કરવા રજૂઆત
ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શનની યોગ્ય વ્યવસ્થા નથી. મેડિકલ સહિત પેરામેડિકલ સ્ટાફની પણ અછત છે. RTPCR ટેસ્ટની કિડ ખૂટી પડી છે. આ બાબતે, માત્ર બેઠકો જ કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં પણ કોવિડ આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પેરામેડિકલ સ્ટાફની ઉમદા સેવા જોઈને સુરતના નિવૃત મહિલા પ્રોફેસરે રૂપિયા 1 લાખનો ચેક કર્યો અર્પણ