ETV Bharat / state

બારડોલીના આ આશ્રમમાં થાય છે ગાંધીજીના સિદ્ધાંતોની ઝાંખી... - ગાંધીજીની 150મી જન્મ જયંતી

સુુરતઃ ​​​​​​ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી ગાંધીના સિદ્ધાંતો પર ચાલવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે પ્રાથનાસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે આશ્રમમાં સરદાર કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા રેંટિયો કાતવામાં આવે છે અને સાચા અર્થમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે.

Gandhi
author img

By

Published : Oct 2, 2019, 9:35 PM IST

Updated : Oct 2, 2019, 9:55 PM IST

દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરીએ એટલે ચોક્કસ બારડોલીના સ્વરાજ આશ્રમની યાદ આવતી હોય છે. બારડોલી સાથે ગાંધીજીનો અતુટ નાતો છે. બારડોલી સત્યાગ્રહ સમયે બાપુ અવાર નવાર આશ્રમમાં આવતા હતા. તે સમયે સત્યાગ્રહીઓની ચિંતા કરી પગભર બનાવવા ખાદી વણાટ માટે એક ચરખો બનાવવામાં આવ્યો હતો. જે બારડોલીમાં બનાવ્યો હોવાથી તેને બારડોલી ચક્ર નામ આપવામાં આવ્યું હતું. આજે પણ સ્વરાજ આશ્રમમાં ગાંધીજીની તમામ યાદો હયાત છે.

બારડોલીના આ આશ્રમમાં થાય છે ગાંધીજીના સિંદ્ધોતાની ઝાંખી

બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા છાત્રાલયમાં ગાંધી જયંતીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વહેલી સવારથી પ્રાથના કરી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ગાંધીજીને યાદ કરતા રેંટિયો કાંતવામાં આવે છે અને ખાસ કરીને છાત્રાલયમાં અભ્યાસ ક્રમમાં દરેક વિષયો પૈકી એક રેંટિયો કાંતવાનો વિષય પણ છે.

બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે ગાંધીજીની ઘણી યાદો જોડાયેલી છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આજે પણ સ્વરાજ આશ્રમમાં આવેલા સરદાર નિવાસમાં ગાંધીજી ઉપયોગમાં લેતા તે ડેસ્ક, સાહિનો ખડીયો, કલમ, બેસવા માટેની વ્યવસ્થા , વાસણો અને બારડોલી ચક્ર તેજ સ્થિતિમાં આજે પણ સાચવવામાં આવ્યા છે.

Intro: આજે ગાંધીજીની 150 મી જન્મ જયંતી છે સમગ્ર ભારતમાં ગાંધી જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે વહેલી સવારથી બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે પ્રાથના સભા સાથે. સરદાર કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા રેંટિયો કાતવામાં આવે છે અને સાચા અર્થમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે.

Body: દેશના રાષ્ટ્રપિતા ગાંધીને યાદ કરીએ એટલે ચોક્કસ બારડોલીના સ્વરાજ આશ્રમની યાદ આવતી હોય છે બારડોલી સાથે ગાંધીજીનો અનોખો નાતો છે બારડોલી સત્યાગ્રહ સમયે બાપુ અવાર નવાર આશ્રમમાં આવતા હતા તે સમયે સત્યાગ્રહીઓની ચિંતા કરી પગભર બનાવવા ખાદી વણાટ માટે એક ચરખો બનાવ્યો હતો, જે બારડોલીમાં બનાવ્યો હોવાથી તેને બારડોલી ચક્ર નામ આપવામાં આવ્યું હતું અને આજે પણ સ્વરાજ આશ્રમમાં ગાંધીજીની તમામ યાદો હયાત છે ......
બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા છાત્રાલયમાં ગાંધી જયંતીની ઉજવણી ખાસ રીતે ઉજવવામાં આવે છે છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વહેલી સવારથી પ્રાથના કરી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ગાંધીજીને યાદ કરતા રેંટિયો કાટવામાં આવે છે અને ખાસ કરીને છાત્રાલયમાં અભ્યાસ ક્રમમાં દરેક વિષયો પૈકી એક રેંટિયો કાટવાનો વિષય પણ છે અને પરીક્ષાના પરિણામ ની વાત કરીએ તો આ છાત્રાલયનું દસમાંનું ધોરણનું પરિણામ દરવર્ષે 100 ટકા આવતું હોય છે......

Conclusion: બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે ગાંધીજીની ઘણી યાદો જોડાયેલી છે જેને જોવા માટે લોકો દૂર દૂર થી આવતા હોય છે અને આજે પણ સ્વરાજ આશ્રમમાં આવેલું સરદાર નિવાસ માં ગાંધીજી ઉપયોગમાં લેતા તે ડેસ્ક , સાહિ નો ખડીયો , કલમ , બેસવા માટે ની વ્યવસ્થા , વાસણો અને બારડોલી ચક્ર તેજ સ્થિતિમાં આજે પણ સાચવવામાં આવ્યા છે

બાઈટ 1 : ડો.યોગીની ચૌહાણ ..... સંચાલિકા

બાઈટ 2 : કિન્નરી ચૌધરી.... વિદ્યાર્થીની

બાઈટ 3 : મધુબેન વાઘેલા ...... પ્રાધ્યાપક
Last Updated : Oct 2, 2019, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.