ETV Bharat / state

સુરતઃ અંબિકા નિકેતન મંદિરમાં અષ્ટમીના દિવસે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઇ - Parlepoint area of Surat

નવરાત્રિના આઠમના પર્વ નિમિત્તે સુરતમાં પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર આશરે પંચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મંદિરના પ્રાગણ બંધ રાખવામાં આવ્યા હતા. જેથી અંબિકા નિકેતન મંદિરમાં ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાવામાં આવી હતી.

સુરતઃ અંબિકા નિકેતન મંદિરમાં અષ્ટમી પર ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઇ

author img

By

Published : Oct 24, 2020, 7:53 PM IST

  • આઠમના પર્વ નિમિત્તે મા અંબેને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા
  • અંબિકા નિકેતન મંદિરમાં ઓનલાઈન દર્શનની વ્યવસ્થા
  • કોરોનાની મહામારીના કારણે નવરાત્રિને મોટું ગ્રહણ

સુરતઃ આજે આઠમના પર્વ નિમિત્તે પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં આદ્યશક્તિ મા અંબેને વિવિધ જાતની મીઠાઇ અને વાનગીઓ મળી છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા હતા. આશરે પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અંબિકા નિકેતન મંદિરના પ્રાગણ ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યા હતા. જેથી અંબિકા નિકેતન મંદિરમાં ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર જોવા મળ્યા હતા. જ્યાં ભક્તોએ પ્રોજેક્ટના માધ્યમથી આદ્યશક્તિમાં અંબેના દર્શનનો લાભ મેળવ્યો હતો.

સુરતઃ અંબિકા નિકેતન મંદિરમાં અષ્ટમી પર ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઇ
અષ્ટમી પર માતાજીને 56 ભોગ

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર 50 વર્ષ જૂનું પૌરાણીક મંદિર છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રીના પર્વે લાખો ભક્તોનો ધસારો રહે છે. જેમાં ખાસ કરીને આસો નવરાત્રિના આઠમના દિવસે પાંચ વાગ્યાથી જ લાખો ભક્તોની લાંબી કતારો જોવા મળે છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિને મોટું ગ્રહણ લાગ્યું છે.

પ્રોજેક્ટના માધ્યમથી લાઈવ દર્શન

જ્યાં આજ રોજ આસો નવરાત્રિના આઠમા પર્વ નિમિત્તે પ્રથમ વખત સુરતના ઇતિહાસમાં અંબિકા નિકેતન મંદિરના પ્રાગણ બંધ રાખવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટી દ્વારા આઠમ નિમિતે ભક્તોની ધાર્મિક આસ્થા અને અને લાગણીને ધ્યાનમાં લઇ ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં મંદિર નીચે જ પ્રોજેક્ટના માધ્યમથી લાઈવ દર્શનનો લાભ ભક્તોને આપવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબેને આજ રોજ આઠમના મહત્વપૂર્ણ દિવસ નિમિત્તે છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા હતા. જ્યારે મંદિરમાં નવચંડી યજ્ઞ અને હવનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. દર વર્ષે અંબિકા નિકેતન મંદિરમાં જોવા મળતી લાખોની ભીડ આ વખતે કોરોનાની મહામારી વચ્ચે પાંખી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.