ETV Bharat / state

સુરતના વદેશીયા ગામમાં શાળામાં જમીન પર ગાદલા નાખીને આઇસોલેશન સેન્ટર બનાવાયું - Corona Virus

સરકારે મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. જોકે, આદિવાસી ગામોમાં આ અભિયાન માત્ર દેખાડો હોય એવું લાગી રહ્યું છે. સુરતના માંડવી તાલુકાના વદેશીયા ખાતે ખર્ચ કર્યા વગર જ ગામના સરપંચના માથે ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રાથમિક શાળામાં જમીન પર ગાદલા નાખી શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ જાતની સુવિધા ન હોવાથી દર્દીઓ આવવાનું ટાળી રહ્યા છે.

સુરતના વદેશીયા ગામમાં શાળામાં જમીન પર ગાદલા નાખીને આઇસોલેશન સેન્ટર બનાવાયું

author img

By

Published : May 10, 2021, 9:06 PM IST

  • એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આઇસોલેશન સેન્ટરની જવાબદારી ગામના સરપંચને સોંપી દીધી
  • શાળામાં 10 ગાદલા નાખી શરૂ કરી દીધું આઇસોલેશન સેન્ટર
  • આઇસોલેશન સેન્ટરમાં કોઈ સુવિધા ન હોવાથી દર્દીઓ આવવાનું ટાળી રહ્યા છે

સુરતઃ સરકારે હાલ મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. પણ આ અભિયાન આદિવાસી ગામોમાં ફક્ત દેખાડો જ હોય તેવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે માંડવીના વદેશીયા ખાતે પ્રાથમિક શાળામાં 10 ગાદલા નાખી કોવિડ કેર આઇસોલેશન તૈયાર કર્યું હોવાનું જાહેર કરાયું છે. મારુ ગામ કોરાના મુક્ત ગામનું નામ આપી ખર્ચ કર્યા વગર શરૂ કરેલા અભિયાનમાં ગામના સરપંચના માથે આઇસોલેશન સેન્ટર બનાવાની જવાબદારી સોંપી દીધી હતી.

સુરતના વદેશીયા ગામમાં શાળામાં જમીન પર ગાદલા નાખીને આઇસોલેશન સેન્ટર બનાવાયું

આ પણ વાંચોઃ સુરતમાં આઈસોલેશન સંગીત પ્રોગ્રામમાં 13 વર્ષીય નન્હે ઉસ્તાદની સાથે દર્દીઓ ઝૂમી ઉઠ્યા

આ આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ પ્રકારની સુવિધા નથી

આ આઇસોલેશન સેન્ટરમાં ભોજન, પાણી, દવાની કે કોઈપણ મેડીકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ પ્રકારની સુખ સુવિધા ન હોવાથી ગામના દર્દીઓ સેન્ટરમાં આવવાનું ટાળી રહ્યા છે અને ઘરે જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ગામમાં હાલ કોરોનાના 15 એક્ટિવ કેસ

ગામલોકોના જણાવ્યાં મુજબ પ્રાથમિક શાળામાં તૈયાર કરેલા આઇસોલેશન સેન્ટરમાં રેમડેસિવીર ઇન્જેક્શન, ઓક્સિજન, મેડિકલ સ્ટાફ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે તો જ ગામના દર્દીઓ આઈસોલેશન સેન્ટરમાં દાખલ થશે. આ ગામમાં હાલ કોરાના વાયરસના 15 એક્ટિવ કેસ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.