સુરત: લિપ ઈયરના નામે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ પર દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ બાતમીના આધારે રેડ કરી પોલીસે 39 યુવકો અને 13 યુવતીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ 39 યુવકોને સુરત કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે પકડાયેલા નબીરાઓના 5 દિવસના રિમાન્ડ માગ્યાં હતા. કોર્ટે તમામ 39 યુવકોના સોમવારે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ બાદ આગળની કાર્યવાહી કરાશે.
આ સમગ્ર મામલે ડુમ્મસ પોલીસે મહિલા સહિત કુલ 52ની અટકાય કરી હતી. 13 મહિલાઓને જરૂર પડે હાજર થવાની બાહેધરી લઇને છોડી દેવામાં આવી હતી. જેમાં 39 યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યો હતા.
પોલીસે દારૂ અને બિયર મળી કુલ 78 બોટલો કબ્જે કરી હતી. તમામ યુવકો પાસેથી 46 ફોન, 14 ફોર વ્હીલર મળી પોલીસે કુલ 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં 90 લાખની ગાડી કબ્જે કરી હતી. લિપ યર પાર્ટીમાં ડાન્સરોને બોલાવવામાં આવી હતી. બહારગામથી બોલાવવામાં આવેલી ડાન્સરો સાથે નબીરાઓ દારૂના નશામાં ઝૂમ્યા હતા. પોલીસની રેડ દરમિયાન 13 યુવતી તેમજ 39 જેટલા નબીરાઓને પોલીસે ઝડપ્યા હતા.
દારૂની મહેફિલ મુદ્દે મોટો ખુલાસો પણ થયો હતો. પાર્ટી માટે લોકોને ખાસ મેસેજ મોકલવામાં આવ્યા હતા. કેફી પીણાંની ખરીદી માટે અલગ કરન્સી હતી. ડ્રિંક્સમાં બિયર અને જંગલ જ્યુસ અપાયું હતું. ગાંજો અને સફેદ પાઉડર પણ આપવાના હતાં. પાર્ટીમાં 2300 રૂપિયાની એન્ટ્રી ફી પણ રાખવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસ કરતા પાર્ટી સ્થળેથી ગાંજો અને સફેદ પાઉડર મળી આવ્યાં નથી. જો નબીરાઓના મોબાઈલ ચેક થાય તો, હજુ પણ મોટો ખુલાસો થાય તેવા એંધાણ છે.