ETV Bharat / state

સુરતમાં 8 દિક્ષાર્થીઓમાં 11 અને 13 વર્ષના બે બાળ મુમુક્ષુઓ પણ દીક્ષા લેશે

શ્રી સોધર્મ બૃહદ તપાગચ્છીય થરાદ ત્રિસ્તુતીક જૈન સંઘ(Tristutik Jain Sangha) દ્વારા અમદાવાદના આંગણે ફરી દિક્ષાધર્મનું (Organization of Dikshadharma) આયોજન થવાનું છે.જેમાં 5 અમદાવાદ, 2 દિક્ષાર્થીઓ સુરતના છે. જ્યારે એક દીક્ષાર્થી મુંબઈના છે.જેને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં 8 દિક્ષાર્થીઓમાં 11 અને 13 વર્ષના બે બાળ મુમુક્ષુઓ પણ દીક્ષા લેશે
સુરતમાં 8 દિક્ષાર્થીઓમાં 11 અને 13 વર્ષના બે બાળ મુમુક્ષુઓ પણ દીક્ષા લેશે
author img

By

Published : Nov 30, 2022, 2:01 PM IST

સુરત સંયમના શણગાર સજવાનો અને અણગાર બનવાનો અવસર એવા આત્મો દ્વારના દ્વાર ફરી ઊઘડી ગયા છે. શ્રી સોધર્મ બૃહદ તપાગચ્છીય થરાદ ત્રિસ્તુતીક જૈન સંઘ (Tristutik Jain Sangha)દ્વારા અમદાવાદના આંગણે ફરી દિક્ષાધર્મનો (Organization of Dikshadharma) ડંકો વાગવા જઈ રહ્યો છે. આત્મોદ્વાર - 6 અંતર્ગત 8 દીક્ષાર્થીઓ સંગાથે સંયમ સ્વીકારશે. જેમાં 5 અમદાવાદ, 2 દિક્ષાર્થીઓ સુરતના છે. જ્યારે એક દીક્ષાર્થી મુંબઈનો છે.

દીક્ષાના મુહૂર્ત અર્પણ જૈનશાસનના સરતાજ જૈનાચાર્ય ગચ્છાધિપતિ મહારાજા(Sartaj Jainacharya Gachchadhipati Maharaja) અને રાષ્ટ્રસંત શ્રીમદ જયંતસેન સુરિશ્વરજી મહારાજાના શિષ્ય અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય નિત્યસેનસુરીજીની પાવન નિશ્રામાં તપોભૂમિ અમદાવાદના આંગણે સામૂહિક દીક્ષા મહોત્સવ થશે. આત્મોદ્વાર - 6 માટે 8 દિક્ષાર્થીઓને દીક્ષાના મુહૂર્ત અર્પણ કરાયા હતા. જેમાં 4 મુમુક્ષુ ભાઈઓ અને 4 મુમુક્ષુ બહેનો છે. જેમાં બે બાળમુમુક્ષુઓ છે. આ 8 દિક્ષાથીમાં 5 દીક્ષાર્થી અમદાવાદના અને 2 સુરતના અને એક મુંબઈના છે. તારીખ 18 - 1 - 2023 ના દિવસે આઠેય દીક્ષાર્થીઓ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે નીકળશે. આ સામૂહિક દીક્ષા મહોત્સવની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

થરાદમાં 25 દીક્ષા પહેલી વખત થરાદમાં 25 દીક્ષાઅગાઉ 5 આત્મોદ્વાર અંતર્ગત પહેલી વખત થરાદમાં 25 દીક્ષા થઇ હતી. બીજો આત્મોદ્વાર પાલિતાણામાં થયો જેમાં 10 દીક્ષા થઇ છે. અમદાવાદમાં ત્રીજા આત્મોદ્વારમાં 19 અને ત્યારબાદ પેપરાલમાં ચોથા આત્મોદ્વારમાં 21 જ્યારે પાંચમો આત્મોદ્વાર પણ પેપરાલમાં જ યોજાયો હતો. જેમાં 2 દીક્ષા થઇ હતી. નોંધનીય છે કે જૈન શાસનમાં સામૂહિક દીક્ષાની શરૂઆત પુણ્ય સમ્રાટ જયંતસેનસુરી મહારાજ સાહેબ દ્વારા સુરતથી કરવામાં આવી હતી. 1992 માં થયેલી જૈન શાસનની આ પ્રથમ સામૂહિક દીક્ષામાં 9 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી.
અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરનાર 8 દીક્ષાર્થીઓ
1. નેમીન કુમાર નીતેશ વારીયા ( ઉં. 20) ( સુરત )
2. ધ્રુવીકુમારી વિક્રમજી બલ્લુ ( ઉં. 23) (સુરત )
3. સ્નેહ કુમાર સંજય અદાણી ( ઉં. 13 ) ( અમદાવાદ )
4. જૈનમ કુમાર વિરલ વોરા ( ઉં. 17) ( અમદાવાદ )
5. આયુષી કુમારી જયંતીલાલ છાજેડ ( ઉં. 25) ( અમદાવાદ )
6. પૂજા કુમારી હિંમતલાલ વોરા ( ઉં. 30) ( અમદાવાદ )
7. આંગીકુમારી પ્રકાશ વોરા ( ઉં. 26) ( અમદાવાદ )
8. હેતકુમાર અલ્પેશ મોરખીયા ( ઉં. 11) ( મુંબઈ )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.