અમદાવાદઃ સુરતના એક દંપતીએ લગ્નના માત્ર એક જ દિવસમાં છૂટાછેડા માટે બે વાર અરજી દાખલ કરી છે. આ કેસમાં હાઇકોર્ટે દંપતીને છ માસના કુલિંગ સમયગાળાને માફ કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવા અંગે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. પતિ અને પત્ની વચ્ચે લગ્ન બાદ મનમેળ ન થતો હોય તો અથવા તો અણ બનાવ બનતા હોય તો છૂટાછેડા લેતા હોય છે.
એક દિવસમાં છૂટાઃ પરંતુ એવું સાંભળ્યું છે કે, લગ્નના એક જ દિવસમાં પતિ પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હોય? જેનો જવાબ છે હા.. સુરતના એક દંપતીએ લગ્ન કર્યા ના એક જ દિવસ બાદ લગ્નને ફોક કરવાના ઇરાદાથી હાઇકોર્ટમાં બે વખત અરજી દાખલ કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં બે વખત અરજી દાખલ કરી છે .સૌ પહેલા તો આ દંપતીએ પોતાની સહમતિથી જ છૂટાછેડા લેવા માટે સુરતની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરેલી. જોકે આ અરજીને ફગાવી દેવામાં આવી હતી માટે તેમણે હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.
વકીલની વાતઃ અરજદારના વકીલ ધ્રુવ દવે જણાવ્યું હતું કે, જે દંપતીએ છૂટાછેડા માટે અરજી કરેલી છે તો સુરતમાં આ બંનેના લગ્ન 12 મી ફેબ્રુઆરી 2022 ના રોજ હિન્દુ વિધિથી લગ્ન થયા હતા. તેમના માત્ર લગ્નના પછી એક જ દિવસ જોડે રહ્યા હતા. પરિસ્થિતિ અને સંજોગોને જોતા માત્ર એક જ દિવસમાં તેઓ અલગ થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને દંપતીએ કલમ 14 તેમજ હિન્દુ મેરેજ એક્ટ કોર્ટમાં અરજી કરી હતી. એ બંનેને સહમતિથી છૂટાછેડા આપવામાં આવે.
ફેમિલી કોર્ટમાં અરજીઃ સર્વપ્રથમ સુરતની ફેમિલી કોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી જોકે ફેમિલી કોર્ટે આ અરજીને લગાવી દેતા હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. સર્વપ્રથમ દરમિયાન હાઇકોર્ટે સેક્શન 14 મુજબ તેમના છ માસના કુલિંગ સમયગાળાને ધ્યાનમાં રાખીને હુકમ કર્યો હતો. જોકે ત્યારબાદ આ દંપતિ દ્વારા ફરીથી ફેમિલી કોર્ટમાં કલમ 13 મુજબ સહમતિથી છૂટાછેડા જોઈએ છે.
હાઈકોર્ટમાં અરજીઃ જોકે સુરતની ફેમિલી કોર્ટે એવું કહ્યું હતું કે લગ્ન થયાના માત્ર એક જ વર્ષમાં છૂટાછેડા મળી શકે નહીં. ત્યારબાદ ફેમિલી કોર્ટે જૂન મહિનામાં આ અરજીની સુનાવણી રાખતા ફરીથી દંપતિ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે કોઈપણ કાળે આ લગ્ન સંબંધને નિભાવી શકીએ એમ નથી તેથી અમારી છૂટાછેડા ની અરજી મંજૂર રાખવામાં આવે.
કોર્ટની સ્પષ્ટતાઃ જોકે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તમે ફરીથી ફેમિલી કોર્ટ સમક્ષ રજૂઆત કરો અને આ કુલિંગ સમય ગાળાને માફ કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રજૂ કરવામાં આવે ત્યારબાદ કોર્ટ આ બાબતે નિર્ણય સાંભળશે. લગ્નના એક વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી શકાય છે. પરંતુ કાયદાઓમાં એવી પણ જોગવાઈ છે કે કલમ 13 અને 14 મુજબ કુલિંગ સમયગાળાને ઘટાડીને અથવા તો રદ કરીને પણ છૂટાછેડા લઈ શકાય છે.
- Ahmedabad News : 3 મહિના વિત્યા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં : વિપક્ષના પ્રહાર
- Transgenders Toilets : ટ્રાન્સજેન્ડર માટે અલગ પબ્લિક શૌચાલયની માંગ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
- Gujarat High Court: મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો