પ્રતિ ગુણી દીઠ વજન 50 કિલો હોય છે ,જો કે આ ગુણીમાં 400 ગ્રામથી 850 ગ્રામ સુધીની કટકી મારી કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ત્યારે ETV Bharatની ટીમે સુરતના જહાંગીરપુરા સ્થિત જીનીંગ મિલ કમ્પાઉન્ડ ખાતે રિયાલિટી ચેક કરી હતી.
ETV Bharat ના રિયાલિટી ચેકમાં પણ ઘટસ્ફોટ થયો.જ્યાં પ્રતિ ગુણી દીઠ 50 કિલોમાં 400 ગ્રામ જેટલું ઓછું વજન હોવાનું સામે આવ્યું છે,એટલે પ્રતિ 400 ગ્રામ દીઠ 14 થી 15 રૂપિયાની કટકી મારવામા આવી રહી છે.ત્યારે આ સમગ્ર કૌભાંડના પગલે સુરત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી દ્વારા સરદાર ડીએપી ખાતર લેવા પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ સાથે આ અંગે તોલમાપ ખાતાને પણ જાણ કરી કાર્યવાહી કરવા રજુવાત કરવામાં આવી છે.