સુરતઃ શહેરની યુવતી નવ વર્ષ પહેલા પરણીને અમદાવાદ સાસરે ગઈ હતી. શરૂઆતમાં બધું સારું હતું પરંતુ થોડાક દિવસ બાદ સાસરિયાઓ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ લગ્ન કર્યા બાદ નવ વર્ષ સુધી ગે હોવાની (Husband got gay after marriage) વાત છુપાવી રાખી હતી. એક દિવસે પત્નીને પતિ ગે હોવાની વાતની જાણ થઈ હતી. સુરતની યુવતી પરણીને અમદાવાદ શાલમ વિસ્તારમાં (Ahmedabad Shalam area) રહેવા ગઈ હતી. માત્ર પતિએ જ નહીં પરંતુ સાસુ અને જેઠ દ્વારા પણ પતિ ગે હોવાની વાત છુપાવી રાખી હતી.
આ પણ વાંચોઃ ગે એપ્લિકેશન પર પૈસા પડાવવાનો ખેલ, મિત્રતા કરવી પડી શકે છે ભારે!
મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી - યુવતીને અનેક વાર શબ્દો બોલી વારંવાર આપઘાત કરી (young woman physically and mentally)લેવા અને ઘર છોડી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. પતિ અને સાસરાના લોકો દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળી આખરે યુવતીએ સુરત મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. નવ વર્ષ સુધી પતિએ ગે હોવાની વાતને છુપાવી રાખી હતી. પતિ સાથે સાસરા પક્ષના લોકોએ પણ આ અંગે કશું કીધું નહોતું આખરે કંટાળીને તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો સામે, લગ્ન બાદ પતિ સમલૈંગિક હોવાની જાણ થઇ