ETV Bharat / state

સુરત: PGમાં 300 જેટલા વિદ્યાર્થીઓનું એડમિશન રદ થતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો વિરોધ

author img

By

Published : Aug 30, 2019, 8:25 PM IST

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુયેટ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ખામીના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ મળી ગયા બાદ એડમિશન રદ કરવામાં આવ્યા છે. આશરે 300 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થતા વિદ્યાર્થીઓ મોટી સખ્યામાં યુનિવર્સિટી પહોંચ્યાં હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

સુરત: PGમાં 300 જેટલા વિદ્યાર્થીઓનું એડમિશન રદ્દ થતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ સુરતના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મળેલા પ્રવેશને યુનિવર્સિટી દ્વારા રદ કરવાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જુદા વિભાગમાં PGમાં પ્રવેશ આપ્યા બાદ અચાનક પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.

જેને લઈ વિદ્યાર્થીઓ સાથે NSUI પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયું હતું. રજુઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને જોઈ યુનિવર્સિટીના સુરક્ષા કર્મીઓ દ્વારા જાળી બંધ કરી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ જમીન ઉપર બેસી ગયા હતા. એડમિશન મેળવવાના એક મહિના સુધી કોલેજમાં અભ્યાસ કરનાર તમામના એડમિશન રદ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પ્રથમ વાર યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થઈ હતી. જેમાં 75 ટકાથી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું. પરંતુ PG પ્રવેશ પ્રક્રિયામાં કુલ કેટલાક રાઉન્ડ થવાના છે. તેની જાણ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવી નહોતી.

સુરત: PGમાં 300 જેટલા વિદ્યાર્થીઓનું એડમિશન રદ્દ થતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો વિરોધ

જેથી વિદ્યાર્થીઓ કે જેઓ બીજા રાઉન્ડમાં જવા માટે YES વિકલ્પને ચયન કર્યું ન હોય અને કોલેજ કન્ફર્મ કરેલ ન હોય તો પણ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓની કોલેજ ફી લઈ તેમનો પ્રવેશ કનફ્રેમ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યુનિવર્સિટી દ્વારા તેણે રદ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની સાથે NSUIના સભ્યો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓની સાથે NSUI દ્વારા પણ તમામ રદ કરેલા પ્રવેશ ફરી આપવા માગ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરતા યુનિવર્સિટીના તંત્ર દ્વારા તેમની આ સમસ્યા અંગે નિરાકરણ આપવા આશ્વાસન આપ્યું છે. જો કે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, લૉ સહિત અન્ય ફેકલ્ટીમાં PG એડમિશનને લઈ ટેક્નિકલ ખામીને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. જેમની સંખ્યા 500થી વધુ છે.

Intro:સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુયેટ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ખામીના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ મળી ગયા બાદ એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. આશરે 300 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ થતા આજે વિદ્યાર્થીઓ મોટી સખ્યામાં યુનિવર્સિટી પહોંચ્યાં હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો...

Body:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે સુરતના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તેમણે મળેલા પ્રવેશ યુનિવર્સિટી દ્વારા રદ કરવાને લઈ  વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો..જુદા વિભાગમાં પીજીમાં પ્રવેશ આપ્યા બાદ અચાનક પ્રવેશ રદ કરાયા છે.જેને લઇ વિદ્યાર્થીઓ સાથે એનેએસયુઆઈ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયું હતું.રજુવાત કરવા આવેલા વિદ્યાર્થીઓને જોઈ યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓ દ્વારા જાળી બંધ કરી દેવામાં આવી હતી..જેથી વિદ્યાર્થીઓ જમીન ઉપર બેસી ગયા હતા. એડમિશન મેળવવાના એક મહિના સુધી કોલેજમાં અભ્યાસ કરનાર તમામ ના  એડમિશન રદ્દ કરી દેવાતા ભારે રોષ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો... પ્રથમ વાર યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ,જેમાં 75 ટકાથી વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું .પરંતુ PG પ્રવેશ પ્રક્રિયામાં કુલ કેટલાક રાઉન્ડ થવાના છે તેની જાણ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવી નહોતી.

જેથી વિદ્યાર્થીઓ કે જેઓ બીજા રાઉન્ડમાં જવા માટે YES વિકલ્પને ચયન કર્યું ન હોય અને કોલેજ કન્ફર્મ કરેલ ન હોય તો પણ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓની કોલેજ ફી લઈ તેમનો પ્રવેશ કનફ્રેમ કરી દેવામાં આવ્યા હતા.પરન્તુ ત્યાર બાદ યુનિવર્સિટી દ્વારા તેણે રદ્દ કરવામાં આવ્યા હતા..
વિદ્યાર્થીઓ ની સાથે NSUIના સભ્યો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.વિદ્યાર્થીઓની સાથે NSUI દ્વારા પણ તમામ રદ કરેલા પ્રવેશ ફરી આપવા માંગ કરવામાં આવી હતી..યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરતા યુનિવર્સિટીના તંત્ર દ્વારા તેમની આ સમસ્યા અંગે નિરાકરણ આપવા આશ્વાસન આપ્યું ..જોકે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે લો સહિત અન્ય ફેકલ્ટીમાં PG એડમિશન ને લઈ ટેક્નિકલ ખામી ને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.જેમની સઁખ્યાં 500થી વધુ છે..

બાઈટ :ભાવેશ રબારી( સુરત એનએસયુઆઈ પ્રમુખ)

બાઈટ :કિંજલ ( વિધાર્થીની)

બાઈટ : મિત્સુ( વિધાર્થીની)

Conclusion:ઓનલાઈન પ્રક્રિયા બાદ PG એડમિશન ને  લઈ સર્જાયેલી ખામી ના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. ફી ભરવા બાદ પણ એડમિશન રદ્દ થતા તેઓને પોતાના ભવિષ્ય ને લઈ ચિંતામાં ઘેરાયા છે..ત્યારે 300 થી વધુ વિદ્યાર્થીઓ પર તેની અસર જોવા મળી રહી છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.