ETV Bharat / state

બારડોલી નજીક પુરપાટ ઝડપે આવતા ટેન્કરે કાર અને મોટર સાયકલને મારી ટક્કર, એકનું મોત

author img

By

Published : Jan 31, 2021, 8:04 PM IST

બારડોલી તાલુકાના હિંડોલીયા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 53 પર બારડોલી તરફથી પુરઝડપે જઈ રહેલા ટેન્કરે રોડની સાઈડે ઉભેલી કાર અને મોટર સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટર સાયકલ સવારનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે બે યુવકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

બારડોલી નજીક પુરપાટ ઝડપે આવતા ટેન્કરે કાર અને મોટર સાયકલને મારી ટક્કર

  • હિંડોલીયા ગામ નજીક અકસ્માત
  • યુવકો રોડ કિનારે ઉભા હતા ત્યારે ટેન્કરે મારી ટક્કર
  • દીપડાનો સર્વે કરવા જઈ રહ્યાં હતાં યુવકો

સુરત: જિલ્લાના બારડોલી તાલુકાના હિંડોલીયા ગામ નજીક પુરઝડપે આવતા ટેન્કરે એક બાઇકને અડફેટમાં લીધા બાદ સાઈડે ઉભેલી કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલાક અને કાર ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનારા યુવકો બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમના સભ્યો છે અને તેઓ દીપડાનો સર્વે કરવા સેજવાડ ગામે જવા નીકળ્યા હતા.

બારડોલી તાલુકાના હિંડોલીયા ગામ નજીક અકસ્માત

સેજવાડ ગામમાં દીપડો દેખાતા સર્વે કરવા ગયા હતા

બારડોલીના માહ્યાવંશી મહોલ્લામાં રહેતો જતીન જયંતિ રાઠોડ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ નામથી સંસ્થા ચલાવે છે અને તેઓ પશુ પક્ષીઓના રેસ્ક્યૂનું કામ કરે છે.
ગત 29મી જાન્યુઆરીના રોજ તેમને સેજવાડ ગામના સરપંચ દર્શન પટેલે ગામમાં દીપડો દેખાય રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેમની ટીમ દ્વારા સેજવાડમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન શનિવારે રાત્રે જતીન તેમજ તેમની સાથે રેસ્ક્યૂનું કામ કરતો યશ મનુ પટેલ, પ્રકાશ ચૌહાણ અને કિરણ બચુભાઈ ચૌધરી દીપડાનો સર્વે કરવા માટે નીકળ્યા હતા.

બે યુવક મોટરસાયકલ પર અને બે યુવકો કારમાં ગયા હતા

જતીન રાઠોડ અને પ્રકાશ તેમની કાર નંબર જીજે 19એએફ 6733માં ગયા હતા, જ્યારે યશ પટેલ તેની મોટર સાયકલ પર રવાના થયો હતો. ત્રણેય રેસ્ક્યુ કરવા માટે કાર અને બાઇક પર નીકળ્યા હતા.

જતીન રાઠોડ
જતીન રાઠોડ

પુરઝડપે આવેલા ટેન્કરે કાર અને બાઇકને મારી ટક્કર

હિંડોલીયા ગામ નજીક જતીને કાર ઉભી રાખી હતી અને પ્રકાશ કોઈ વસ્તુ ખરીદવા માટે ગયો હતો. જ્યારે જતીન કારમાં બેઠેલો હતો. આ દરમિયાન પાછળથી યશ અને કિરણ પણ મોટર સાયકલ પર આવી જતીનની કાર પાસે જઈ રહ્યા હતા, તે જ સમયે બારડોલી તરફથી પુરઝડપે આવતા ટેન્કરે તેમની મોટર સાયકલ અને કારને અડફેટમાં લીધી હતી. મોટર સાયકલ સવાર કિરણ અને યશ બંને નીચે પટકાયા હતા.

મોટર સાયકલ પાછળ બેઠેલા યુવકનું ટેન્કર નીચે આવી જતા મોત

કિરણ પર ટેન્કરનું વ્હીલ ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે યશને તેમજ કારમાં બેઠેલા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને ઇજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર

અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બારડોલી પોલીસે કિરણના મૃતદેહનો કબ્જો લઈ જતીન રાઠોડની ફરિયાદને આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.