સુરત: રાજ્યભરમાં દિવસેને દિવસે સરકારી કર્મચારીઓ હોય કે, અધિકારીઓ (Anti Corruption Bureau surat) ભ્રષ્ટાચાર કરતા અટકાતા નથી,પરંતુ ઘણી વખત તેઓ ACBના શકંજામાં પણ આવી જતા (Surat ACB Police) હોય છે. આજે ફરીવાર આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.નર્મદાના જિલ્લામાં આવેલ નરખડી ગ્રામ પંચાયતમાં તલાટી (Talati in Narkhadi Gram Panchayat)તરીકે કામ કરતા નિતાબેન મોકમભાઇ પટેલ જેઓ સુરતમાં તેમના ખાનગી વ્યક્તિને મોકલી ફરિયાદી પાસે રૂપિયા 1 લાખ લેવા માટે તેઓ આવે છે. ફરીયાદી પાસેથી પૈસા લઈ મહિલા તલાટી જોડે વાતચીત કરતા ACB ના શકંજામાં ઝડપાઈ જાય છે.
અરજી મંજૂર કરવા લાંચ માગી: આ બાબતે ACB પોલીસે (Anti Corruption Bureau surat) જણાવ્યું કે, આ ફરિયાદીની, નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીન લગતી અન્ય કામગીરી આ ફરીયાદી સંભાળે છે. ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને અનુંરૂપ બીયારણ, ખાતર વગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે, પતરાના શેડવાળી ઓરડી બનાવેલ છે. જેમાં વિજમીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી. જે કાર્યવાહી કરવાના મહિલા તલાટી નિતાબેન મોકમભાઇ પટેલ ફરિયાદી પાસે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી.
છટકાનું આયોજન સફળ: જે લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હોવાથી, ફરીયાદીએ ACB સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, તા 22-9-2022ના રોજ ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપી નિતાબેન મોકમભાઇ પટેલે તેમના ખાનગી વ્યક્તિ સાથે હેતુલક્ષી વાતચીત કરતા તેમને પૈસા આપવાનું જણાવામાં આવેલ હતું. આ ખાનગી વ્યક્તિ સુરતમાં રૂપિયા 1 લાખ લેતા જ તેઓ ACB ના છટકામાં આવી ગયા હતા. તરત આરોપી નંબર 1 નિતાબેન મોકમભાઇ પટેલને જાણ કરતા જ ACBએ બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.