સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા પેવેલિયન પ્લાઝામાં આશરે 3 થી 4 લોકોએ ચાની દુકાનમાં તોડફોડ કરી હતી. ચાના દુકાન માલિક કે, હપ્તો નહી આપતા અસામાજિક તત્વો દ્વારા તેની દુકાનમાં તોડફોડ કરી ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTV કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સાફજોવા મળે છે કે, કેવી રીતે અસામાજિક તત્વો દુકાનમાં પોતાનો આતંક મચાવી દુકાનદારને ભયભીત કરવાનો પ્રયત્ન હિંસા દ્વારા કરી રહ્યાં હતા.
દુકાનમાં લાકડા અને ફટકા લઈને આવેલા ઇસમોએ દ્વારા દુકાનમાં મૂકવામાં આવેલ તમામ સામાન પણ તોડી નાખ્યો હતો. દુકાનમાં લાખોનું નુકસાન કરી ધમકી આપી અસામાજિક તત્વો નાસી ગયા હતા.