ETV Bharat / state

આપ ઉમેદવારને કેજરીવાલની સભા પહેલાં અને બાદમાં 4 વખત 41 લાખ હવાલાથી મોકલાયા, 20 લાખની લૂંટમાં ખુલાસો - સૌરભ પરાશર

આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate ) રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રૂપિયાનો કેસમાં ( Rajendra Solanki 20 lakh rupees case ) રોકડ રકમ ચોરી મામલે હવાલાનો ( Money laundering ) એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની (Surat Police ) તપાસમાં જાણવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા ચાર વખતં 41 લાખ રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.

આપ ઉમેદવારને કેજરીવાલની સભા પહેલાં અને બાદમાં 4 વખત 41 લાખ હવાલાથી મોકલાયા, 20 લાખની લૂંટમાં ખુલાસો

author img

By

Published : Oct 31, 2022, 8:09 PM IST

સુરત આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate ) રાજેન્દ્ર સોલંકીની ( Rajendra Solanki 20 lakh rupees case ) કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી મામલે હવાલા ( Money laundering )અંગેનો એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે 9 ઓક્ટોબરના રોજ કડોદરા ખાતે આયોજિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા તારીખ 6 અને 7 ઓક્ટોબર અને સભા બાદ તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ દિલ્હીથી આંગડિયા પેઢીના માધ્યમથી ચાર વખતં 41 લાખ રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને જેની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

તપાસ સેન્ટ્રલ એજન્સીને સોપાય તેવી પણ શક્યતાઓ

ક્યારે બની હતી ઘટના ગત 12મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate )રાજેન્દ્ર સોલંકીની ( Rajendra Solanki 20 lakh rupees case ) કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી થઇ ગઈ હતી. કારમાં રહેલી કેશ કાચ તોડીને બે મોટરબાઈક સવારોએ લુંટી લીધી હતી. પરંતુ બાદમાં તેમનો પીછો કરવામાં આવતાં તેઓ કેશ ભરેલી બેગ રસ્તામાં જ મુકીને ભાગી ગયા હતાં. હવે આ કેશકાંડમાં પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો છે. દિલ્હીની આંગડિયા પેઢી કે એમ આંગડિયા દ્વારા અમદાવાદ ખાતે આવેલી ગાંધી આંગડિયા પેઢીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી સુરતના એસએમ આંગડિયા પેઢી ખાતે આ રકમ ( Money laundering )મોકલવામાં આવી. આ રકમ બારડોલી ખાતે રહેતા સૌરભ પરાશર નામના ઇસને મોકલવામાં આવી હતી.

20 લાખની લૂંટમાં ખુલાસો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર વાર આ રકમ મોકલવામાં આવી છે અને ચારે વાર મોકલવામાં આવેલી આ રકમ 41 લાખની છે. જેની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર ( AAP Bardoli candidate ) રાજેન્દ્ર સોલંકી ( Rajendra Solanki 20 lakh rupees case ) વી ઇકોસ્પોર્ટમાં તારીખ 12મી ઓક્ટોબરના રોજ આંગડિયા મારફતે આવેલ 20 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન અમદાવાદની છારા ગેંગના સભ્યોએ 20 લાખ રોકડા કારના કાંચ તોડી નાસી ગયા હતા. એક સ્થાનિક યુવકે તેમનો પીછો કરતા આ લોકોએ રોકડ રૂપિયાથી ભરેલી બેગ રોડ પર ફેંકીને નાસી ગયા હતાં. આ બેગ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે આખો રેકેટ સામે આવ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ હવે હવાલા એન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. પહેલા પોલીસ ચોરીના એંગલથી તપાસ કરી રહી હતી પરંતુ આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો હવાલા ( Money laundering )સુધી પહોંચ્યો છે.

રકમ સૌરભ પરાશરના નામથી મોકલવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ચોરીની આ ઘટના બની હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ( Rajendra Solanki 20 lakh rupees case ) જણાવ્યું હતું કે આ રકમ તેમના ડ્રાઇવરની છે. પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જેને તેઓ ડ્રાઇવર જણાવી રહ્યા છે તે સૌરભ પરાસર ( Saurabh Parashar ) મૂળ બિહારનો રહેવાસી છે. એટલું જ નહીં તેઓ ઉમેદવારના ડ્રાઇવર પણ નથી આમ આદમી પાર્ટીના કાર્યકર છે. ચાર વાર આંગડિયા પેઢીથી ( Money laundering )જે રોકડ રકમ આવી છે તે સૌરભ પરાશરના નામથી મોકલવામાં આવી હતી. આંગડિયા પેઢીના કાગળ પર કોડવર્ડથી રકમ લખવામાં આવી હતી જેની તપાસ પણ પોલીસે કરી છે.

દિલ્હીથી આંગડિયાના માધ્યમથી મોકલવામાં આવી સુરત ગ્રામ્ય પોલીસના હિતેશ જોયશરે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સુરત એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચાર વાર 41 લાખ રોકડા રૂપિયા આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં અમદાવાદ આંગડિયામાંથી અનેકવાર રૂપિયા આવ્યા હોય તેની પણ જાણકારી અમને મળી છે. આંગડિયા પેઢીના સંચાલકોનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સુરત ખાતે આવેલી રકમ દિલ્હીથી આંગડિયાના ( Money laundering )માધ્યમથી મોકલવામાં આવી છે. બારડોલીના ઉમેદવારને ( AAP Bardoli candidate )અમે અગાઉ પણ સમન્સ મોકલી ચૂક્યા છે પરંતુ તેઓ સંપર્કમાં નથી અમે બીજી વાર પણ તેમને સમન્સ મોકલાવીશું.

સેન્ટ્રલ એજન્સી પણ કરી શકે છે તપાસ અગત્યની વાત છે કે ક્યારે પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જે રીતે હવાલા રેકેટ ( Money laundering )સામે આવ્યું છે તેના કારણે આવનાર દિવસોમાં વધુ એક પોલીસ ફરિયાદ આ અંગે થઈ શકે તેવી શક્યતાઓ સર્જાય છે. જેના કારણે આમ આદમી પાર્ટીની મુશ્કિલોમાં વધારો થઈ શકે છે. હાલ જે રીતે દિલ્હીથી ગુજરાતના શહેરોમાં ચૂંટણી પહેલા લાખો રૂપિયા આંગડિયા પેઢીના માધ્યમથી મોકલવામાં આવ્યા છે તેના કારણે હવાલા રેકેટની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોપાય તેવી પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.