સુરતમાં આજે લાભ પાંચમના દિવસે SMC ના રૂપિયા 1000 કરોડથી વધુના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાત (Khatmuharta program in Surat ) મુહૂર્ત કરવામાં આવ્યું. જોકે આ કાર્યક્રમમાં સી.આર.પાટીલના સ્પીચ દરમ્યાન જ સભાસ્થળ બહાર આપના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો. હોબાળો થતાં પોલીસે તાબડતોબ આપના કોર્પોરેટરો સહિત દસેક વ્યક્તિઓની અટકાયત કરી.
અલગ વિષેતાઓ આ કાર્યક્રમમાં સી.આર.પાટીલએ જણાવ્યુંકે, આ લોકાપર્ણની વિવિધ કામોની એક અલગ વિષેતાઓ છે. આ કામો ને લઈને કુમાર કાનાણી સહીત બધા ધારાસભ્યો મને માળીયા હતા. કોર્પોરેશનમાં પણ મેયર સહીત અધિકારીઓને માળીયા હતાકે, વરાછા ખાતે ખાડી પર રાતે ત્રણ કિલોમીટર એક ડ્રેનેજ બોક્સ જે બનાવાની હતી. તેની અંદાજે કિંમત 265 કરોડ રૂપિયા થતી હતી. એમાં એક જ ટેન્ડર આવતું હતું જેના કારણે યોગ્ય નિર્ણય લઇ સકતા નઈ હતા. પરંતુ ખેલકૂદના કાર્યક્રમમાં જ્યારે ધર્શનબેન એ મને એ બતાવ્યું અને કહ્યુંકે, આની ખુબ જરૂરી છે. આનાથી લોકો અવારજવર અને ટ્રાફિકની સમસ્યા ઘટશે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. એટલે મેં ભાજપ પ્રમુખ ને કહ્યું કે તમે આ મુદ્દે ચર્ચા કરો અને તાત્કાલિક યોગ્ય નિર્ણય લો. જે બાદ આજે કિંમત 265 કરોડ રૂપિયાનુંઆ ખાડી બ્રિજનું મજૂરી આપી લોકોની સમસ્યાનો હલ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ભવ્ય લાઇબ્રેરી આ લાઇબ્રેરી સ્વં કેશુભાઈ પટેલના નામ ઉપર બનાવામાં આવી છે. વધુમાં જણાવ્યુંકે, વરાછામાં બનાવા માં આવેલી ભવ્ય લાઇબ્રેરી જેનું નામ પણ એવું હોવું જોઈએ જેનું ડેપ્યુટી મેયર અને વરાછાના કોર્પોરેટરો સહિત ના લોકો નું એવું કેહવું હતુંકે, સ્વં કેશુભાઈ પટેલ નું નામ એમાં રેહવું જોઈએ.એમનું નામ આ લાઇબ્રેરી સાથે જોડાય એ ખુબ જ ગર્વ ની વાત છે. એટલે તેમના નામ થી આ લાઇબ્રેરી બનાવામાં આવી છે.સુવિધા આપતા પહેલા ટેક્સ ના લેવો એવો કોર્પોરેશનએ નિર્ણય કર્યો છે. વધુમાં જણાવ્યુંકે, કોર્પોરેશન જે નવો વિસ્તાર આવ્યો છે. તેને હજી સુવિધાઓ આપવાની બાકી છે ત્યારે ટેક્સનું ભારણ ન લેવા માટે એક વર્ષ માટે સંપૂર્ણ માફી આપવામાં આવી છે. આ વિસ્તાર બે નગરપાલિકા અને 30 ગામોનો સમાવેશ થાય છે. એટલે કે સુવિધા આપતા પહેલા ટેક્સ ના લેવો એવો કોર્પોરેશનએ નિર્ણય કર્યો છે.