સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય એક યુવકે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. મૃતક યુવકનું નામ સર્જન માધવ સહાની છે અને તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. સર્જન છેલ્લાં બે વર્ષથી સુરતમાં રહીને પેઇન્ટિંગનું કામ કરતો હતો. સર્જનના આપઘાત અંગે જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ કરી હતી. તો બીજી તરફ સર્જનના પરિવારે આક્ષેપ કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે.
અજ્ઞાત નંબર પરથી આવતા મેસેજ: પોલીસની તપાસ દરમિયાન યુવકના મોબાઇલમાંથી એક અજ્ઞાત નંબર પરથી આવતા ઘણા મેસેજ મળી આવ્યા હતાં. આ મેસેજમાં એક યુવતીની તસ્વીર ડીપીમાં જોવા મળે છે. આ યુવતીએ મેસેજ થકી જણાવ્યું હતું કે, તે સીતાપુર થી છે અને તેણે તેની સાથે વાત કરવાનું કહ્યું હતું, યુવતીએ મૃતક યુવતીને કહ્યું હતું જ્યારે પણ વાત કરવી હોય ત્યારે જણાવી દેશો. યુવતીના મેસેજ પર સજ્જનને જવાબ આપ્યો હતો કે હું વાત કરવા માંગતો નથી. ત્યારે યુવતી મેસેજ પર કહ્યું હતું કે તમે શા માટે વાત કરવા નથી ઈચ્છતા ત્યારે સજ્જને બે મેસેજ કર્યા હતા અને ત્યાર પછી તેને આ મેસેજ ડીલીટ પણ કરી નાખ્યા હતા. બાદ યુવતી ફરીથી મેસેજ કરીને કહેતી હતી કે તમે શા માટે વાત નથી કરવા ઈચ્છતા ? અને તે વોઇસ કોલ પણ કરતી હતી.
પોલીસ કરી રહી છે તપાસ: હાલ તો પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે વેસુ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.સી વાળાએ જણાવ્યુ હતુ કે, મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાદ જ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે. સાથે જ તેને જે મોબાઈલ નંબરમાંથી મેસેજ આવી રહ્યા હતા અને સર્જન સાથે તેનું શું કનેક્શન હોઈ શકે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.