ETV Bharat / state

બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક કામચલાઉ ભઠ્ઠી શરૂ કરાઈ

author img

By

Published : Apr 21, 2021, 10:53 AM IST

સુરતમાં કોરોના કેસ વધતા કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે સ્મશાનોમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લોકોએ વેઈટિંગમાં ઉભુ રહેવું પડે છે. આવામાં બારડોલીમાં ફરી એક વખત સ્મશાનગૃહની ગેસ આધારિત ત્રણેય ભઠ્ઠી બગડી ગઈ હતી, જેના કારણે મૃતદેહોને અગ્નિદાહનો પ્રશ્નો ઉભો થયો હતો. તેવામાં તાત્કાલિક કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક મીંઠોળા નદીના કિનારે કામચલાઉ ભઠ્ઠી શરૂ કરવામાં આવી હતી.

બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક કામચલાઉ ભઠ્ઠી શરૂ કરાઈ
બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક કામચલાઉ ભઠ્ઠી શરૂ કરાઈ

  • બારડોલીમાં સ્મશાનગૃહની ગેસ આધારિત ત્રણેય ભઠ્ઠી બગડી
  • 5માંથી 3 ભઠ્ઠી કોરોના સંક્રમિત મૃતદેહો માટે ફાળવી છે
  • બુધવારે સાંજ સુધીમાં આ ભઠ્ઠી રિપેર થાય તેવી શક્યતા છે

સુરતઃ બારડોલીમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. તેવામાં બારડોલીમાં ફરી એક વખત સ્મશાનગૃહની ગેસ આધારિત ત્રણેય ભઠ્ઠી બગડી જતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તાત્કાલિક કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક મીંઠોળા નદીના કિનારે કામચલાઉ ભઠ્ઠી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગરના સ્મશાનોમાં જગ્યાઓ ખૂટી, કુલ 32 ભઠ્ઠીઓ કાર્યરત થશે

સુરતથી મૃતદેહો બારડોલી લાવવામાં આવી રહ્યા છે

સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે.

બારડોલીમાં સ્મશાનગૃહની ગેસ આધારિત ત્રણેય ભઠ્ઠી બગડી

આ પણ વાંચોઃ પોરબંદરમાં વિદ્યુત સ્મશાન સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

અગાઉ પણ બે ભઠ્ઠીને થયું હતું નુકસાન

બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે 5 પૈકી 3 ગસવાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી, જેમાં રાત દિવસ સતત મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આ ગેસવાળી 2 ભઠ્ઠીની લોખંડની એન્ગલ તૂટી ગઈ હતી ત્યારબાદ ગઈકાલે ફરી એક વાર સતત અંતિમક્રિયા માટે ભઠ્ઠી ચાલુ રહેતા આ ત્રણેય ભઠ્ઠીઓ બગડી હોવાનું જાણવા મળે છે.

વડોદરાની એજન્સીને સોંપવામાં આવ્યું કામ

આ ભઠ્ઠી બગડતા સ્મશાન ભૂમિના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ સંચાલકોએ ભઠ્ઠી રિપેરિંગની કામગીરી બરોડાની એજન્સીને સોંપી છે. બુધવારે સાંજ સુધીમાં આ ભઠ્ઠી રિપેર થાય તેવી શક્યતા છે. હાલ લાકડાની બે ભઠ્ઠી નોનકોવિડ મૃતદેહ માટે અનામત રખાઈ હોવાનું જાણવા મળે છે.

40થી વધુ ગામના લોકો કરે છે અંતિમ સંસ્કાર

અંતિમ ઉડાન મોક્ષધામમાં બારડોલી તાલુકાનાં 40થી વધુ ગામના લોકો અંતિમવિધિ કરવા માટે આવે છે. બીજી તરફ તાત્કાલિક ધોરણે કેદારેશ્વર મહાદેવ મંદિર નજીક એક કામચલાઉ ભઠ્ઠી શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ કોરોના સંક્રમિત મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.