સુરત: શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ મુકબીર શેખ મૂળ ઝારખંડનો રહેવાસી છે અને સુરત ખાતે પ્રાઇવેટ મદરેસામાં ટ્યુશન ક્લાસ ચલાવે છે. આશરે 50થી વધુ વિદ્યાર્થીઓ આરોપીના ત્યાં રોજે ભણવા માટે આવતા હોય છે. જે શિક્ષક ઉપર વાલીઓ વિશ્વાસ મૂકી રહ્યા હતા તે ટ્યુશનમાં આવનાર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શિક્ષકે કર્યા હોવાની ફરિયાદ વાલીઓએ કરી છે.
મોબાઇલમાં અશ્લીલ વિડિયો બતાવતો હતો: ઉધના પોલીસ સ્ટેશનમાં વાલીઓએ ફરિયાદ લખાવી છે કે, એમના ટ્યુશન ક્લાસમાં આવનાર બે નવ વર્ષના બાળકોને વિભત્સ વિડિયો બતાવીને આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મોબાઇલમાં પોર્ન વિડિયો બતાવીને બાળકો સાથે આ જઘન્ય અપરાધ કરવામાં આવ્યું હતું. પહેલા શિક્ષક ક્લાસમાં વિડિયો બતાવતો અને ત્યારબાદ અન્ય રૂમમાં લઈ જઈ તેમની સાથે આ કૃત્ય કરતો હોવાનું બાળકોએ જણાવ્યું હતું.
Surat Crime : મારામારી કરવાની ના પાડી તો સીચોડાના માલિક અને ભાગીદારોને જ ટીપી નાખ્યાં
બાળકોને ઉર્દુ અને કુરાનનું ટ્યુશન કરાવતો: આરોપી અગાઉ મસ્જિદમાં મોલાના તરીકે નોકરી કરતો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી મૌલાનાની નોકરી છોડી તે પ્રાઇવેટ મેદરેસામાં ટ્યુશન કરી બાળકોને ભણાવે છે અને ધર્મનું શિક્ષણ આપે છે. પરંતુ આરોપી અશ્લિલ કૃત્ય કરતો હોવાનું જાણવા મળ્યું છે. તે પોતાના ટ્યુશન ક્લાસમાં બાળકોને ઉર્દુ અને કુરાનનું ટ્યુશન કરાવતો હતો. તેની પત્ની અને એક પુત્રી ઝારખંડમાં રહે છે અને તે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ઉધના વિસ્તારમાં રહે છે.
Surat Crime: હનીટ્રેપનો શિકાર વિદ્યાર્થીએ એટલે કર્યો આપઘાત, પરિવારને થઇ જાણ
જાનથી મારી નાખવાની ધમકી: આ સમગ્ર બાબતે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આરોપી શિક્ષક તરીકે ટ્યુશન ક્લાસમાં ભણાવે છે. તેના ત્યાં 50થી વધુ બાળકો ભણવા માટે આવે છે ફરિયાદના આધારે પોસ્કો એક્ટ હેઠળ અમે ફરિયાદ નોંધી છે. સાથે આઇપીસી ની કલમ 377 અંતર્ગત સૃષ્ટિ અને જાતીય સતામણી અંગે પણ ફરિયાદ નોંધાય છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીએ બાળકોને ધમકી આપી હતી કે આ અંગે કોઈને જાણ કરશે તો તેમને ધ્યાનથી મારી નાખશે. બાળકોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી સવારના વાર શિક્ષક આવી જ રીતે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારતો હતો.