ETV Bharat / state

બારડોલી DYSPનું ફરમાન, 30 અને 31મી ડિસેમ્બરના રોજ વિશેષ ડ્રાઇવનું કરવામાં આવશે આયોજન

author img

By

Published : Dec 29, 2020, 7:32 PM IST

બારડોલી નાયબ પોલીસ વડા દ્વારા 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના તાબા હેઠળના 5 પોલીસ મથક વિસ્તારમાં 30 અને 31મી ડિસેમ્બરના રોજ આ વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. અને ગેરકાયદેશર પ્રવૃતિઓની કાર્યવાહી કરવામાં આવશે.

બારડોલી DYSPનું ફરમાન, 30 અને 31મી ડિસેમ્બરના રોજ વિશેષ ડ્રાઇવનું કરવામાં આવશે આયોજન
બારડોલી DYSPનું ફરમાન, 30 અને 31મી ડિસેમ્બરના રોજ વિશેષ ડ્રાઇવનું કરવામાં આવશે આયોજન
  • બારડોલી નાયબ પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની કાર્યવાહી
  • 30 અને 31મી ડિસેમ્બરના રોજ વિશેષ ડ્રાઇવનું આયોજન
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા લેખિતમાં સૂચના

સુરતઃ બારડોલી નાયબ પોલીસ વડા દ્વારા ડિવિઝનમાં 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના તાબા હેઠળના 5 પોલીસ મથક વિસ્તારમાં 30 અને 31મી ડિસેમ્બરના રોજ આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત દારૂના કેસ ઉપરાંત વાહન ચેકિંગ, હોટેલ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસનું ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે. તો કાર્યવાહી કરવામાં આવશે.

2 દિવસ માટે સ્પેશિય ડ્રાઇવનું આયોજન

સુરતના ગ્રામ્ય પોલીસના બારડોલી વિભાગીય પોલીસ વડા દ્વારા થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી 2 દિવસ માટે સ્પેશિય ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે 30 અને 31મી ડિસેમ્બરના રોજ આ વિશેષ ડ્રાઇવ યોજાવામાં આવશે. આ અંગે બારડોલી ડિવિઝન અંતર્ગત આવતા તમામ 5 પોલીસ મથકોને સૂચના આપી દેવામાં આવી છે. 31મી ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીને લઈ જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે. જિલ્લાના બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રૂપલ સોલંકી દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

બારડોલી DYSPનું ફરમાન

30 અને 31મી ડિસેમ્બર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું નાયબ પોલીસ વડાએ જણાવ્યુ હતું. તેમણે ડિવિઝન અંતર્ગત આવતા બારડોલી, કડોદરા, પલસાણા, માંડવી અને મહુવા પોલીસ સ્ટેશનને લેખિતમાં સૂચના આપી બે દિવસ દરમિયાન ખાસ તકેદારી રાખવા અને કરેલી કામગીરીનો રિપોર્ટ વિભાગીય કચેરીને કરવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ મુદ્દાઓને લઈને કામગીરી કરવા અપાય સુચના

પોલીસ સ્ટેશન વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોની ચેકિંગ કરવું અને આ અંતે જુદી-જુદી જગ્યાએ પોઈન્ટ નક્કી કરવા. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોટલો તેમજ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ચેક કરવા અને પેટ્રોલિંગ રાખી ખાનગી કપડાંમાં વોચ ગોઠવવી, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાય છે.

  1. પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતાં ઇસમો તેમજ બુટલેગર્સ પર રેડ કરી અસરકારક કામગીરી કરવી
  2. ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ શોધી કાઢવા
  3. વાહન ચેકિંગ રાખી જેમાં એમ.વી. એક્ટ 185 હેઠળ કાર્યવાહી કરવી
  4. વાહન ચેકિંગ દરમિયાન બ્રિથ એનાલાઇઝર તેમજ પોકેટકોપ મોબાઇલનો વધુને વધુ ઉપયોગ કરવો
  5. પોલીસ મથક વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન, બસ ટેશન, પાર્કિંગ વિસ્તારો અથવા અવાવરુ જગ્યાઓ ફાર્મ હાઉસ કે હોટેલ હેક કરવા અને ગુનાહિત પ્રવૃત્તિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.