ETV Bharat / state

A unique restaurant : સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ બનાવાઇ, આ પ્રકારની સુવિધાઓથી છે સુસજ્જ

શહેરના સરથાણા વિસ્તાર ખાતે રસ્તા નજીક ઊભેલી ટ્રેન જોઈને અહીથી પસાર થતા દરેક વ્યક્તિને એકજ વિચાર આવે કે આ વંદેભારત ટ્રેન અહી શા માટે ઊભી રાખવામાં આવી હશે? પરંતુ આ કોઈ ટ્રેન નહિ એક રેસ્ટોરાં છે. ફૂડ ચેન ધરાવતા ઓનરને યુનિક થીમ પર રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તેઓએ વિચાર્યું કે હાલ મેક ઈન ઈન્ડિયા થીમ પર તૈયાર વંદે ભારત ટ્રેન એ લોકોને ગૌરવાંવિત કર્યા છે. મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે તેઓએ વંદે ભારત ટ્રેન પર રેસ્ટોરન્ટની શરૂઆત કરી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 7:46 PM IST

વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ

સુરત : શહેરના સરથાણા વિસ્તાર ખાતે એક ખાસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે અહીં મોંઘા ઇન્ટિરિયર લાઇટિંગ અને ફાઇવ સ્ટાર ફિલિંગ નહીં પરંતુ જ્યારે લોકો જમવા માટે અહીં પ્રવેશ કરતાની સાથે જ સૌથી પહેલા વંદે ભારત ટ્રેનનું એન્જિન જોવા મળે છે. તેમજ ટિકિટ બારી અને એન્ટ્રી તેમજ એક્ઝિટ પણ વંદે ભારત ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાંજ બેઠા હોય એવો અનુભવ થાય તે માટે સિટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરા તૈયાર કરવું ખૂબ જ ચેલેંજીંગ હતું, પણ સાત મહિનાની મહેનત બાદ તેઓએ આબેહૂબ ટ્રેન જેવું રેસ્ટોરા શરૂ કર્યું છે.

વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ
વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ

રીમોટનું બટન દબાવતા વાનગીઓ હાજર થાય છે : અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન ફક્ત વીડિયોમાં જોઈ હોય અને અહી આવ્યા બાદ એવો જ અનુભવ કરે છે કે જાણે તેવો વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઇ રહ્યા છે. જેમણે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે તેઓ પણ આ રેસ્ટોરા આબેહૂબ વંદે ભારત જેવી જ અનુભૂતી આપતી હોય તેમ જણાવી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ રેસ્ટોરન્ટની ડિઝાઇન જ નહિ પરંતુ રેસ્ટોરન્ટની સીલીંગ પર એરિયલમાં પણ વંદે ભારત ટ્રેનની પ્રતિકૃતિ રિમોટના માધ્યમથી ચાલે છે. હોટલના સ્ટાફ જ્યારે રીમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિ વાળી એક ટ્રેન આ એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને વાનગી સર્વ કરે છે.

વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ
વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ

અમે ખાણીપીણીના શોખીન છીએ, રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ વચ્ચે અમને લાગ્યું કે, અમે ભારતના મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાનો પ્રચાર કરીએ અને હાલમાં જ ભારત દેશમાં તૈયાર વંદે ભારત ટ્રેનની થીમ પર અમે રેસ્ટોરન્ટ શરૂ કરીએ એ નિર્ધારિત કર્યું. અહીં આવનાર લોકોને વંદે ભારતમાં બેસ્યા હોય તેવી અનુભૂતિ થાય તેના માટે અમે તમામ પ્રકારની તકેદારી લીધી અને ડિઝાઇન તૈયાર કરી. જમવામાં લોકોને અલગ અલગ વાનગીઓ મળી રહે તેના માટે મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં સેલ્ફી પોઇન્ટ પણ છે. લોકોને પણ મજા આવે છે, ઘણા લોકો કહે છે કે અહીં આવીને અમે વંદે ભારત ટ્રેનમાં બેસ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. - રેસ્ટોરન્ટના માલિક મનીષ ગોધાણી

વંદે ભારત ટ્રેનની થીમ આધારીત રેસ્ટોરા બનાવાઇ : જમવા માટે આવેલા અભિષેકે જણાવ્યું હતું કે, આજ સુધી હું ક્યારેય પણ વંદે ભારત ટ્રેનમાં બેસ્યો નથી. પરંતુ આ રેસ્ટોરન્ટમાં આવ્યા પછી મને લાગે છે કે હું વંદે ભારત ટ્રેનમાં છું અને તેમાં જમી રહ્યો છું. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર આ રેસ્ટોરન્ટ પર ગઈ હતી. અહીં આવીને મને ખૂબ જ સારું લાગ્યું છે. અહીંની ઇન્ટિરિયર અને બેઠક વ્યવસ્થા તમામ વંદે ભારત ટ્રેનની જેમ છે.

વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ
વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ

અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર આ યુનિક રેસ્ટોરન્ટ પર પડી હતી. રેસ્ટોરન્ટની અંદરની દરેક ડિઝાઇન વંદે ભારત ટ્રેનની આધારીત છે. અહીં સેલ્ફી પોઇન્ટ પણ છે, જમવાની સાથો સાથ અહીં ફોટો પડાવવાની પણ તમામ પ્રકારની સુવિધા છે. પરિવાર સાથે કોઈ પણ ફેમિલી ફંકશન પણ યોજી શકાય છે. બહાર વંદે ભારત ટ્રેનના એન્જિનની જેમ પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. એવું લાગે છે કે અમે વંદે ભારત ટ્રેનમાં બેસ્યા છે અને જમી રહ્યા છીએ. - જાનવી, ગ્રાહક

  1. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બનાવાઈ 51 કિલોની કેક, જાણો કેમ છે ખાસ
  2. રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.