- કીમ પોલીસે નકલી સેનિટાઈઝરનો જથ્થો ઝડપ્યો
- સેનિટાઈઝર સાથે કેરલા પાસિંગની ટ્રક પણ પકડી
- પોલીસે કંપની સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરત : ગ્રામ્ય વિસ્તારોમાં એક બાદ એક કોવિડને લગતી ડુપ્લીકેટ સામગ્રી બનાવાનું કૌભાંડ ઝડપાતું રહ્યુ છે, ત્યારે વધુ એક વાર ઓલપાડ તાલુકાની બોલાવ GIDCમાંથી ડુપ્લીકેટ સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી. કીમ પોલીસના બાતમીના આધારે બોલાવ GIDCમાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ નામોના સ્ટિકર લગાવી નકલી સેનિટાઈઝર બનાવીને માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા. આ મામલે પોલીસે કંપની સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વડોદરાની ગોરવા BIDCમાંથી જપ્ત કરાયેલો 45 લાખનો સેનિટાઇઝરનો જથ્થો ડૂપ્લીકેટ હોવાનું સામે આવ્યું
60 લાખથી વધુનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું
ગતરોજ કીમ પોલીસ દ્વારા કીમ નજીક આવેલી બોલવ GIDC ખાતે બાતમીના આધારે એક મિલ પર છાપા મારવામાં આવ્યો હતો. મિલમાં મોટી માત્રામાં નકલી સેનિટાઈઝર બનાવવામાં આવી રહ્ય હતું. જોકે આજે શનિવારે તમામ કાર્યવાહી પૂર્ણ થતા ઘટના સ્થળેથી મળી આવેલા નકલી સેનિટાઈઝર તેમજ અન્ય સાધન સામગ્રી મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : ઓલપાડ તાલુકામાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બાદ સેનેટાઈઝર પકડાયું
સેનિટાઈઝર ગુજરાત બહાર પણ મોકલવામાં આવ્યું હોઈ શકે
પોલીસે હાલ ફોરેન્સિક સાયન્સની મદદ લીધી છે અને આ સેનિટાઈઝર બનવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. પોલીસને ઘટના સ્થળેથી એક કેરાલા પાસિંગની ટ્રક પણ મળી આવી હતી, પરંતુ ટ્રક ચાલક તેમજ ક્લીનરને આ બાબતે કંઈ પણ ખબર નહી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ટ્રક ચાલકને ટ્રાન્સપોર્ટર દ્વારા અહીં મોકલવામાં આવ્યો હતો. જોકે પોલીસને શંકા છે કે, આ સેનિટાઈઝર ગુજરાત બહાર પણ મોકલવામાં આવ્યું હોઈ શકે. જેને લઇ પોલીસ હાલ તપાસ કરી રહી છે.