સુરત: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે ગુજરાતમાં ત્રિપખીય જંગ લડવા જઈ રહ્યું છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી જોરોસોરોથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજરોજ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિઘવી (Abhishek Manu Sighvi) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં (A press conference was held in Surat) આવ્યું હતું. તેમણે ગુજરાતની જીડીપીને લઈને ચર્ચાઓ કરી હતી. તે ઉપરાંત મોદી સરકાર અને ગુજરાતની સ્થિતિ અંગે ભારતીય જનતા પાર્ટી પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ગરીબીરેખા: ગુજરાત ખૂબ જ સમૃદ્ય રાજ્ય છે. આ રાજ્યમાં શિક્ષા, લોકોના વિચાર ખૂબ જ સરસ હોય છે. ફૂડ ઇન્ફલેશનમાં ગુજરાત નંબર 1 પર પહોંચ્યું છે, કાંતો પછી નંબર 2 પર છે. જે દુઃખદ બાબત કહેવાય.પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, 2011 અને 2014માં જે યુપીની સરકાર હતી. તેમ 2011 માં યુપીએ સરકારમાં 15 કરોડ લોકોને ગરીબીરેખા માંથી ઉપર લાવવામાં આવ્યા હતા.એટલેકે 21.08 ગરીબી રેખા માંથી ઉપર લવામાં આવ્યો હતો અને આ ગરીબી રેખા 2019માં 19 ટકા બેરોજગારીમાં વધારો થયો છે. આ ગરીબોની વિકાસયાત્રા છે.