સુરતઃ શહેરમાં કોરોના વાઇરસના કહેર દિવસેને દિવસે વધી રહ્યાં છે, તો બીજી તરફ સુરતમાં લોકો સતત લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે, ત્યારે સુરતમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા સ્પેશિયલ પ્લેન દ્વારા ઇન્ડિયન એરફોર્સના હરક્યુલસ ગ્લોબ માસ્ટર C-17ની બે કંપની અને BSFની ટુકડી સુરત આવી પહોંચી છે.
આ ઉપરાંત સુરતમાં BSFની ટુકડી પણ સુરત આવી પહોંચી છે. આ બંને ટીમ હવે સુરતમાં મોરચો સાંભળશે. સુરતમાં આ ટીમો કન્ટેન્ટમેઇન જાહેર કરાયેલા વિસ્તારમાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવશે. આ અંગે સુરતના પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, સુરતમાં સ્પેશિયલ પ્લેનથી BSFની ટુકડી આવી છે. સુરતના કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલા વિસ્તારોમાં ગોઠવામાં આવશે. શહેરની સ્થિતિ જોતા BSFની ટીમ બંદોબસ્ત માટે બોલવામાં આવી છે.