સુરત: શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ ગાયત્રીનગર વસાહતમાં રહેતા 35 વર્ષીય નગીનાદેવી લાલચંદ રાજભર જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, અને સુરતમાં ધાગા કટિંગનું કામ કરે છે તેમજ તેનાં પતિ લાલચંદ છૂટક મજૂરીકામ કરતા હતા. તેઓના બે દીકરા છે. શનિવારે સવારે 10 વાગ્યે પતિ લાલચંદ કાપોદ્રા ચાર રસ્તા ખાતે મજૂરી કામથી ગયા હતા. જોકે લાલચંદને તે સમયે કોઈ કામ નહિ મળતા તે પરત ઘરે આવી ગયો હતો.
શંકાના વમળમાં હત્યાં: બપોરે લગભગ 3 વાગ્યે લાલચંદના વિસ્તારમાં રહેતા મહાદેવ વિશ્વકર્મા, તેની પત્ની હાજરા અને સંજય પરમાર નામના વ્યક્તિઓ લાલચંદના ઘરે ગયા હતા. મહાદેવ ઉર્ફે લંબુએ ત્યારે કહ્યું હતું કે, તારા પતિએ મારી પત્નીની છેડતી કરી છે, આ તું વારંવાર કરે છે જેથી અમે તેને નહિ છોડીએ. આ કહી તેઓ ઝઘડો કરી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ચારેક વાગ્યે ત્રણેય ફરીથી નગીનાદેવીના ઘરે ગયા હતા તે સમયે પતિ લાલચંદ ઘ૨માં સૂતો હતો. રકઝક કરી મહાદેવ ઉર્ફે લંબુ સાથે આવેલા સંજય પરમારે કમરના ભાગે રાખેલું ચપ્પુ મહાદેવને આપ્યું હતું. મહાદેવે લાલચંદને ઉપરાઉપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. લાકડાની પાટલી વડે પણ માર મરાયો હતો.
બે લોકોની ધરપકડ: કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.આસુરાએ જણાવ્યું હતું કે, હાજરા ઉર્ફે ગુડ્ડીએ પણ એલફેલ બોલી માર માર્યો હતો. બૂમાબૂમ થતા ત્રણેય જણા ભાગી ગયા હતા.પડોશીઓ સાથે મળી નગીનાદેવીએ પતિને સારવારાર્થે 108માં સ્મીમેર લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મરણ જાહેર કર્યા હતા. કાપોદ્રા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ મહાદેવ ઉર્ફે મહાકાલ ઉર્ફે લંબુ મનોહર વિશ્વકર્મા, હાજરા ઉર્ફે ગુડ્ડી મહાદેવ વિશ્વકર્મા ની ધરપકડ કરી છે. મહાદેવ સૂરજ મારવાડીના મકાનમાં, ગાયત્રીનગર વસાહત, કાપોદ્રાma રહે છે અને મૂળ ભોપાલ, એમપીના છે અને સંજય ઉર્ફે લાલો હસમુખ પરમાર ગાયત્રી સોસાયટી, કાપોદ્રા માં રહે છે અને મૂળ સાવરકુંડલા, અમરેલીનો છે બન્નેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Surat crime: સુરતમાં પત્નીની છેડતીની શંકામાં પતિએ પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ - Surat police
સુરતના શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં પત્નીની છેડતીની શંકામાં પતિએ ઘરની સામે રહેતાં પડોશીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કાપોદ્રા પોલીસે આરોપી દંપતી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, મૃતક બે સંતાનનો પિતા છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેના મોતથી તેના બાળકો જાણે નોધારા બની ગયાં હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
Published : Nov 12, 2023, 2:02 PM IST