- સુરત ગ્રામ્યમાં 1147 લોકોએ કોરાના રસી લીધી
- 60 વર્ષથી ઉપરના 128 વ્યક્તિઓએ પ્રથમ અને 24 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો
- 45થી 59ની ઉંમરના 831 લોકોએ પ્રથમ ડોઝ, જ્યારે 119 લોકોએ બીજો ડોઝ લીધો
સુરત : કોરાના વાઈરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કોરાના રસી મૂકવામાં આવી રહી છે, ત્યારે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 1147 વ્યક્તિઓને કોરાના રસી મૂકવામાં આવી હતી. જેમાં એક આરોગ્ય કર્મીએ પ્રથમ ડોઝ અને એકે સેકેન્ડ ડોઝ લીધો હતો. 37 ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ ડોઝ જ્યારે 6એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 45થી 59ની ઉંમરના 831 લોકોએ પ્રથમ ડોઝ, જ્યારે 119 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60વર્ષથી ઉપરના 128એ પ્રથમ જ્યારે 24 લોકોએ રસીનો બીજો ડોઝ લીધી હતો.
આ પણ વાંચો : મહીસાગરમાં 3,15,831 લોકોએ લીધી કોરોનાની રસી
સૌથી વધુ રસી ઓલપાડ તાલુકામાં મૂકવામાં આવી
આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 112, કામરેજ 141, પલસાણા 107, ઓલપાડ 292, બારડોલી 171, માંડવી 16, માંગરોળ 75, ઉમરપાડા 27, મહુવા 206 મળી ટોટલ 1147 લોકોને રસી મૂકવામાં આવી હતી.