સુરત: શહેરમાં 10 વર્ષ પહેલાં વિદ્યાર્થી રહી ચૂકેલા શખ્સે પોતાની શિક્ષિકાને જાનથી મારી (teacher received death threats) નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહી, ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેનો પીછો કરી ઘર સુધી પહોંચી (student threatens teacher in surat) ગયો હતો. આખરે કંટાળીને શિક્ષિકાએ ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે છેડતીની ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વેપારીને શાપૅ શૂટર એન્થોનીના નામે ધમકી, 11 કરોડ આપી દેજે બાકી જીવતો બચવા નહીં દઉ
શિક્ષિકાના ઘરે પહોંચી ગયો - રાંદેરમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી 41 વર્ષીય શિક્ષિકા પર 21મી જૂને એક કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે, હું યશ જીતેન્દ્ર વેગડા બોલું છું, હું આજથી 10 વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો, તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કર્યો છે, ત્યાર પછી શિક્ષિકા પર 22મી જૂનથી લઈને 29મી જૂન સુધી તેણે કોલ કર્યા હતા. કોલ જ નહીં આરોપી યશે સ્કૂલ છુટવાના સમયે શિક્ષિકાની પાછળ ઘર સુધી જતો હતો. 29મીએે અચાનક શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો.
આ પણ વાંચોઃ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, જાતે સળગી ફસાવી દેવાની આપી ધમકી
મેડમને જાનથી મારી નાખવા - ભૂતપૂર્વ વિદ્યાર્થી 22 વર્ષીય યશ જીતેન્દ્ર વારંવાર કોલ કરી તેમજ પીછો કરી હેરાન કરતો હોવાને કારણે યશના દાદાએ સ્કૂલ પર આવી લેખિતમાં બાંહેધરી આપતા સમાધાન કર્યુ હતું. 16મી જુલાઇએ યશ વેગડા સ્કૂલ પર આવી વોચમેનને કહ્યું કે, મારે મેડમને મળવું છે. વોચમેને પૂછ્તા કહ્યું કે, મારે મેડમને જાનથી મારી નાખવા છે. એમ કહી ભાગી ગયો હતો. ધમકી અંગે વોચમેને સ્કૂલના સ્ટાફને વાત કરી હતી. પછી બીજા દિવસે યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો. યશના વર્તનથી કંટાળી આખરે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.