ETV Bharat / state

ધુળેટીની ઉજવણી કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બાળક સહિત 2ના મોત

author img

By

Published : Mar 29, 2021, 4:59 PM IST

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકાર ગામ નજીક કતારગામ વિસ્તારમાં રહેતા પરિવારની કાર નહેરમાં ખાબકી હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. પરિવાર ધૂળેટીની ઉજવણી કરવા એરથાણ ગામના ફાર્મ હાઉસમાં જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો.

ધુળેટીની ઉજવણી કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત

  • કાર નહેરમાં ખાબકતા સર્જાયો અકસ્માત
  • ચાલક અને 2 વર્ષના બાળકનું મોત
  • ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • ધૂળેટીની ઉજવણી માટે ફાર્મ હાઉસ પર જઈ રહ્યો હતો પરિવાર

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ફાર્મ હાઉસમાં ધુળેટીની ઉજવણી કરવા જઈ રહેલા પરિવારની કાર ટકરામા ગામ નજીક નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 વર્ષના બાળક સહિત 2ના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

કાર નહેરમાં ખાબકતા સર્જાયો અકસ્માત

સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર નહેરમાં ખાબકી

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સુભાષ નગરમાં રહેતા મયુર ગાબાણી શનિવારે રાત્રે પોતાની કાર લઈને પરિવાર સાથે ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલા એલીફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી રમવા માટે જઈ રહ્યા હતા. તેઓ તેમની પત્ની, તેમજ મિત્ર શૈલેશના 2 વર્ષના પુત્ર અર્જુન અને અન્ય એક યુવતી સાથે પસાર થઈ રહ્યા હતા, તે સમયે ટકરામા ગામ નજીક મયુરભાઈએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી.

આ પણ વાંચોઃ થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર

સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી

કાર નહેરમાં ખાબકી હોવાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. કાર ચાલક મયુર અને 2 વર્ષના બાળક અર્જુનનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત, ઘટના CCTVમાં કેદ

પોલીસે તપાસ શરૂ

હોળી ધુળેટીના તહેવારને લઈ પરિવારમાં ખુશીનો માહોલ હતો, ત્યારે અકસ્માત સર્જાતા માસૂમ સહિત બેના મોત થયા હતા, જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.