- ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે વાલીઓનો વિરોધ
- વાલી મંડળના પ્રમુખ ઉમેશ વરાજાંગ પંચાલ સામે નોંધાઈ ફરિયાદ
- વાલીઓના માગ ટ્યુશન ફીની બાબતે સ્પષ્ટિકરણ
સુરતઃ વાલી મંડળના પ્રમુખ ઉમેશ વરાજાંગ પંચાલ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે સ્પષ્ટિકરણ ન કરતા વાલી મંડળના પ્રમુખ અન્ય વાલીઓ વિરોધ નોંધાવ્યો હતો.
ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફી બાબતો હોબાડો
ખાનગી સ્કૂલોમાં ટ્યુશન ફીની અરજી બાબતે સ્પષ્ટિકરણ ન કરતા વાલી મંડળના પ્રમુખ અન્ય વાલીઓ સાથે મજૂરાગેટ ખાતે એક માસ પહેલા એસ.એસ.ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં FRC સુરત ઝોનની ઓફિસે ગયા હતા. તે દરમિયાન પટાવાળા અને કલાર્કએ વાલીઓને રોકવા છતાં જબરજસ્તી ઓફિસમાં ઘૂસી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
વાલીઓની માગ
વાલીઓની માંગ હતી કે, જ્યાં સુધી ટ્યુશન ફીની બાબતે સ્પષ્ટિકરણ ન કરે ત્યાં સુધી ઓફિસમાંથી બહાર જવા દઈશું નહિ, જેને પગલે પોલીસ બોલાવી પડી હતી. ઉમરા પોલીસે આવી તમામ વાલીઓને ઓફિસની બહાર કાઢ્યા હતા. બાદમાં વાલીઓ પાછા ઓફિસના દરવાજો પાસે બેસી સૂત્રોચ્ચાર કરી ભજન ગાવા લાગ્યા હતા. જેના કારણે પોલીસે ત્યાંથી વાલીઓને સમજાવીને દૂર કર્યા હતા.
FRCની નોડલ ઓફિસરે નોંધાવી ફરિયાદ
આ ઘટનામાં FRCની નોડલ ઓફિસર ભાવનાબાને ભુલાભાઈ ચૌધરીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વાલી મંડળના પ્રમુખ ઉમેશ વરાજાંગ પંચાલ તથા ભરત મિયાણીની સામે સરકારી કામમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધાવાયો હતો.