- ચાલતી કારમાં અચાનક આગ લાગી
- ઘટનાને લઈને આસપાસ અફરાતફરીનો માહોલ
- સમયસર આગની જાણ થઈ જતા કોઈ જાનહાનિ નોંધાય ન હતી
- મહારાષ્ટ્રના નંદુરબાર જવા માટે ઘરેથી નીકળ્યા હતા
સુરતઃ શહેરમાં રહેતા એક પરિવાર કારમાં સુરતથી નંદુરબાર જવા નીકળ્યો હતો. આ દરમિયાન ડીંડોલી હનુમાન મંદિર પાસે કારમાં અચાનક આગ લાગી હતી. જેથી કાર ચાલકે તાત્કાલિક કારમાં સવાર પરિવારના સભ્યોને બહાર ઉતારી દીધા હતા. પલભરમાં કારમાં ભીષણ આગ લાગી ગયી હતી. આ ઘટનાને લઈને આસપાસ અફરાતફરીનો માહોલ અને ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો.
સમયસર આગની જાણ થઈ જતા કોઈ જાનહાનિ નહી
ઉલ્લેખનીય છે કે કાર ચાલકની સમય સુચકતાના કારણે મોટી જાનહાની ટળી હતી. અને આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગની આ ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કારચાલક અને પરિવારના સભ્યો મહારાષ્ટ્રના નંદુરબાર જવા માટે ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન આકસ્મિક ઘટના બની હતી.