ETV Bharat / state

સુરતમાં વધુ એક 23 વર્ષિય દીકરી લેશે દીક્ષા - gUJARAT

સુરતઃ CA ફાઇનલની પરીક્ષા માટે 4 મહિના બાકી હતા અને પરીક્ષની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. લાગી રહ્યું હતું કે, આ વખતે પ્રથમ ટ્રાયમાં CA ફાઇનલ એક્ઝામ ક્લિયર થઈ જ જશે. પરંતુ અચાનક લાગ્યું CA બનીને માત્ર એક જન્મમાં લાભ થશે. તો આવનારા જન્મોનું શું? અને આ વિચાર સાથે સુરતના હીરા વેપારીની લાડકી મોક્ષાલીએ મોક્ષના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે. કરોડપતિ પરિવાર અને હીરા વેપારીની પુત્રીને સાંસારિક મોહમાયામાં હવે રસ નથી. આ જ કારણ છે કે મોક્ષાલી 3 માર્ચના રોજ આચાર્ય ગુણરત્નશ્વરસુરી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લઇ મોક્ષના માર્ગે ચાલશે.

SURAT
author img

By

Published : Feb 23, 2019, 12:17 PM IST

દીક્ષા નગરી સુરત વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. 23 વર્ષીય મોક્ષાલી અશ્વિન સોનેથા 3 માર્ચના રોજ અઠવાલાઇન્સ ખાતે આવેલા અઠવાલાઇન્સ જૈન સંઘમાં દીક્ષા લઇ સાંસારિક મોહમાયાનો ત્યાગ કરશે. ભણવામાં ખૂબ જ હોશિયાર મોક્ષાલી CA બનવા માંગતી હતી. તેણે CAની 2 પરીક્ષા પણ એક જ ટ્રાયમાં પાસ કરી લીધી હતી. અને CA ફાઇનલની એક્ઝામ માટે દિવસ રાત તૈયારીઓ કરી રહી હતી. મોક્ષાલીને પોતાની ઉપર એટલો આત્મવિશ્વાસ હતો કે, તેને લાગી રહ્યું હતું કે ફાઇનલ પરીક્ષા તે એક જ ટ્રાયલમાં પાસ કરી લેશે. CA ફાઇનલ પરીક્ષાને ગણતરીના 4 મહિના બાકી હતા અને અચાનક મોક્ષાલીને લાગ્યું કે, CA બનીને તેનો આ જન્મમાં કલ્યાણ થઈ જશે. પરંતુ આવનાર જન્મોમાં આ ડિગ્રી અથવા તો પ્રોફેશન તેના કામે લાગશે નહીં. જો તે દીક્ષા લઈ લેશે તો આ જન્મ જ નહીં આવના જન્મમાં પણ તેને મોક્ષની પ્રાપ્તિ થશે અને આજ કારણે તેણે ફાઇનલ એક્ઝામ ન આપવાનો નિર્ણય કર્યો અને દીક્ષા માટે તટસ્થ નિર્ણય લઈ લીધો.

મોક્ષાલીના પિતા અશ્વિન સોનેથા હીરા વેપારી છે. મોક્ષાલી એમની મોટી અને સૌથી લાડકી દીકરી છે. અશ્વિનભાઈએ પોતાની લાડકી દીકરીને ક્યારે પણ કોઈ કમી મહેસુસ થવા દીધી નહોતી. મોક્ષાલીને મોંઘા કપડાં, જ્વેલરી અને ઘડિયાળ સહિત મોબાઈલનો ભારે શોખ હતો અને આ તમામ શોખને તેમના પિતા હંમેશા પૂર્ણ કરતા આવ્યા હતાં, જ્યારે મોક્ષાલીએ પિતાને પોતાના નિર્ણય અંગે જણાવ્યું ત્યારે પિતા સહિત પરિવારના લોકો પણ પોતાની દીકરીના નિર્ણયથી ખુશ થયા દીકરી દીક્ષા લે તે પહેલા પિતાએ દીકરીને આઇફોનના લેટેસ્ટ મોડલના મોબાઈલ અપાવ્યા તેને જે પણ પસંદ છે. તે તમામ વસ્તુઓ તેને આપવાની કોશિશ કરી હતી. જેથી દીક્ષા લે તે પહેલા તેને ક્યારે પણ ન લાગે કે તેને પસંદગીની વસ્તુઓ વાપરવાની રહી ગઈ હોય.

undefined

પોતાના દીક્ષા લેવા અંગેના નિર્ણય વિશે મોક્ષાલીએ જણાવ્યું હતું કે, તેને ધોરણ-10માં 87 અને ધોરણ-12માં 89 ટકા માર્ક્સ મળ્યા હતા. પિતાએ હંમેશા તેની પસંદગીની વસ્તુઓની કાળજી રાખી છે અને હંમેશા તેની ઇચ્છાની પૂર્તિ કરતા આવ્યા છે. જ્યારે તેને પોતાની દીક્ષા લેવાની ઇચ્છા જાહેર કરી ત્યારે આ ઈચ્છા પણ પૂર્ણ કરવાનો નિર્ણય પિતા અને પરિવારે કર્યો અને સહકાર આપ્યો છે. તેઓ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે મોક્ષાલીનું કહેવું છે કે, જીવન તો દરેક જીવે છે પરંતુ જીવનનો એક ખાસ ઉદ્દેશ હોવો જોઈએ. જે પોતાના આત્માનું કલ્યાણ કરે અને લોકોને કલ્યાણના માર્ગે લઇ જાય છે. અહિંસા અને મોક્ષ લોકો માટે આવનાર જીવન પણ કલ્યાણનો માર્ગ જ હોય છે.

Intro:Body:

સુરતમાં વધુ એક 23 વર્ષિય દીકરી લેશે દીક્ષા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.