ETV Bharat / state

Surat Crime: સુરતમાં 17 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, પ્રેમીને પોતાનો ફોટો મોકલી મેસેજ દ્વારા કરી હતી જાણ - 17 year old girl committed suicide in Surat

સુરતમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા તેણીએ પ્રેમીને પોતાનો ફોટો મોકલીને મેસેજ કર્યો હતો કે, તે આત્મહત્યા કરે છે. તેથી પ્રેમી કિશોરીના ઘરે ગયો તે પહેલાં તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં પ્રેમી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરે તરૂણીને મૃત જાહેર કરી હતી. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો જોકે આપઘાત પહેલા તેણીએ પ્રેમિને પોતાનો ફોટો મોકલીને મેસેજ કર્યો હતોકે, તે આત્મહત્યા કરે છે.

author img

By

Published : Aug 21, 2023, 10:18 AM IST

Updated : Aug 21, 2023, 12:15 PM IST

સુરતમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ પાસે રહેતી 17 વર્ષીય કિશોરીએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં જ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે હાલ આ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

"ગઈકાલે મારી પત્ની સાંઈબાબાના મંદિરે ગઈ હતી. પાછી ઘરે પહોંચી ત્યારે એક છોકરાએ તેમને કહ્યું કે તમારી છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. ઘર ખોલ્યું તો જોયું તો પ્રિયંકાએ આત્મહત્યા કરી લીધી છે. પછી પેલો છોકરો જ મારી દીકરીને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યો હતો. એ છોકરાનું નામ ગૌરવ રાજપૂત છે". -- અશોક સિંગ (કિશોરીના પિતા )

પી.એન.ચૌધરી આપી માહિતી: "આ ઘટના ગઈ કાલે સાંજે 5:00 વાગેની આસપાસ બની હતી. જેની જાણ સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કિશોરી પાંડેસરા વિસ્તારમાં રહેતી હતી. તેમના પિતા અશોકભાઈ નોકરી પર ગયા હતા. માતા મંદિરે ગઈ હતી અને એની નાની બહેન ટ્યુશન ગઈ હતી. પ્રિયંકા ઘરે એકલી હતી" --પી.એન. ચૌધરી (પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર)

નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો: વધુમાં જણાવ્યું કે, પ્રેમી ગૌરવ રાજપૂતે જ પ્રિયંકાને નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર પ્રેમિકાને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. આ જોઈ ગૌરવ ભાગી ગયો હતો. પ્રિયંકા અને તેણી નાની બહેન નેહા બંને ધોરણ 10માં અભ્યાસ કરતા હતા. પ્રિયંકાએ બે વખત પરીક્ષા આપી હતી. પરંતુ તે ફેલ થઈ ગઈ હતી. છેલ્લા છ માસથી બંને પ્રેમમાં હતા. આખરે પ્રિયંકાના માતા-પિતાને ખબર પડતાં તેઓએ પોતાની પુત્રીને પ્રેમી સાથે મળવાની ના પણ પાડી દીધી હતી. તેમજ માતાએ પ્રેમીના ઘરે જઈ ઠપકો પણ આપ્યો હતો.

  1. Surat News: પેઈન્ટિંગ દ્વારા રજૂ થઈ કેદીઓના મનની અભિવ્યક્તિઓ, સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં 130 પેઇન્ટિંગનું પ્રદર્શન
  2. Surat Crime: સુરત પોલીસને મળી બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ કેસમાં સફળતા, 5 માંથી 4 લૂંટારૂઓને UPથી ઝડપ્યા

Last Updated : Aug 21, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.