સુરત: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કોઈ કારણોસર પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. હાલ આ મામલે ઉધના પોલીસે આત્મહત્યાનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજૂ નાની ઉંમરના બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે એ પણ ચિંતાનો વિષય કહી શકાય.
આપઘાતનો ગુન્હો: સુરતમાં રહેતી 15 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડી કબજે લઇ આત્મહત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ
માતાએ બુમાબુમ: માતાએ જોતાની સાથે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કિશોરીને તાત્કાલિક નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પ્રિયંકા એ જોઈ તપાસી કિશોરીને મૃત જાહેર કરી હતો.તે સાથે જ હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
છૂટા હાથની મારામારી: પોલીસે બોડીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, પરંતુ ત્યાંજ મૃતકના પરિવારો દ્વારા અંદરોઅંદર છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાંયો હતો. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો Surat Crime News : સલાહ આપવી કમ્પાઉન્ડરને ભારે પડી, સીસીટીવીમાં ઝીલાયાં મારના દ્રશ્યો
હત્યાનો આક્ષેપ: આ મામલામાં મૃતકના માતા-પિતા એક વર્ષથી કોઈ કારણોસર અલગ-અલગ રહેતા હતા, પરંતુ આ ઘટના બનવાથી મૃતકના પિતાના પરિવાર દ્વારા તેની માતા ઉપર હત્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેને લઈને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ છુટાહાથની મારામારી થઈ હોય તેમ કહી શકાય છે. હાલ તો આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ તો પોલીસે પરિવારના લોકોને શાંત રાખી મામલો થાળે પાડ્યો છે. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.