- 82 વર્ષના વૃદ્ધાએ 15 દિવસમાં કોરોનાને હરાવ્યો
- લોકો આત્મવિશ્વાસ રાખે અને એમજ વિચાર કરે કે હું સારો થઇ જઈશ
- 24 વર્ષની યુવતીએ 7 દિવસમાં કોરોનાને હરાવ્યો
સુરત : શહેરના જહાંગીરીબાદ વિસ્તારમાં રહેતા સવિતા જેમની ઉંમર 82 વર્ષ છે. તમને 29 માર્ચના રોજ હાર્ટએટઆવ્યો હતો. ત્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે પછી તેમનો રેપિડટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. કોરોના સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વૃદ્ધાએ 15 દિવસ પહેલા જ કોરોનાને હરાવ્યો
તેમનો આત્મ વિશ્વાસ એટલો હતો કે, જયારે પણ તેમની દીકરી તમને કેનેડાથી વીડિયો કોલ કરતા ત્યારે તેઓ દીકરીને કેહતા કે "મને કઈ થવાનું નથી મારી ચિંતા કરવાનું તું છોડી દે, હું સારી થઇ જઈશ" ત્યારે સવિતાએ 15 દિવસમાં જ કોરોનાને હરાવ્યો છે. તેમના દીકરા મનોજ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આવી સ્થિતિમાં જો મારી માતા સારી થઇ જાય છે. તો જે લોકો હાલ કોરોનાની સાથે લડી રહ્યા છે. તેઓ પણ એક આત્મવિશ્વાસ રાખે અને એમજ વિચાર કરે કે હું સારો થઇ જઈશ તો ચોક્કસ તેઓ બધા પણ કોરોનાને માત આપી શકે છે.
આ પણ વાંચો : મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ થઇ
7 દિવસમાં કોરોનાને માત આપનારી આ યુવીતી વિશે કોવિડ હોસ્પિટલના OPD ઇન્ચાર્જ ડૉ.પારૂલ વડગામા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં 8 એપ્રિલના રોજ સંધ્યા રાજપૂત જેઓ મૂળ પ્રયાગરાજના છે.તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
આ પણ વાંચો : 77 વર્ષીય વયોવૃદ્ધ મહિલાએ 7 દિવસની લડત બાદ કોરોનાને હરાવ્યો
યુવતી દાખલ થઇ ત્યારે તેમનું ઓક્સિજન લેવલ એટલું ઓછું હતું
યુવતી દાખલ થઇ ત્યારે તેમનું ઓક્સિજન લેવલ એટલું ઓછું હતું. તમને 15 લિટર ઓક્સિજન સાથે બાયપેપ ઉપર મુકવામાં આવ્યું હતું. તેમને સારવાર દરમિયાન રેમડીસીવીર ઇન્જેકસન પણ આપવામાં આવ્યું હતું. તમને ડી-ડાયમર લેવલ વધુ હોવાથી તેમનું બ્લડ સુખાઈ નઈ જાય તે માટે તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ધીમે-ધીમે તેમની તબિયતમાં સુધારો તથા તેમને અંતે ચેકઅપ વગેરે કરીને 15 એપ્રિલના રોજ રજા આપી દેવામાં આવી હતી.