ETV Bharat / state

Exclusive : સુરતના જાણીતા 650 ઉદ્યોગકારો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસશે - Surat

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી ના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં ખાસ સુરતથી હીરા ઉદ્યોગ સહિત વિવિધ ઉદ્યોગના સાહસિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખ્યાતનામ 67 સહિત જેટલા સભ્યો, ટેકસ્ટાઈલ્સ, ડાઈગ તેમજ અન્ય વિવિધ સેકટરમાંથી 650 સાહસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસશે.

જાણીતા 650 ઉદ્યોગકારો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસશે

author img

By

Published : Feb 20, 2020, 7:04 PM IST

સુરત : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ વિવિધ તૈયારીઓ અંતિમ તબકકામાં છે. અમદાવાદ ખાતેના મોટેરા સ્ટેડિયમમાં "નમસ્તે ટ્રમ્પ " કાર્યક્રમમાં મોટી જનમેદની જોવા મળે તેવી શકયતા છે. ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ કાર્યક્રમમાં વિવિધ સેક્ટરમાંથી લોકો હાજર રહેવાના છે, ત્યારે સુરતથી ખાસ આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગને પણ આમંત્રિત કરવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના સાહસિકોને પણ આમંત્રિત કરાયા છે.

જાણીતા 650 ઉદ્યોગકારો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસશે

મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં સ્ટેજની મધ્યમાં સાત હજાર જેટલા વેપારી વર્ગને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં હીરા ઉદ્યોગ, ટેકસ્ટાઈલ્સ, ડાઈંગ સહિત વિવિધ એકમોના સાહસિકોનો સમાવેશ થાય છે. આ માટે દરેક સેકટરમાંથી આવતા લોકો અલગ જ શૂટમાં જોવા મળશે.

સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સીલના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અત્યાર સુધીમાં 600 જેટલા લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યાં બાદમાં સ્ક્રીનીંગ કરેલા વિવિધ સેક્ટરના લોકોને કાર્યક્રમમાં સામાવાશે. જે માટે સુરતથી દસ જેટલી લક્ઝરી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુરતથી 45 ટકા ડાયમંડ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. જેથી ટ્રમ્પના પ્રવાસને લઈ કોઈ મોટી ડીલ ભારત સાથે થાય એવી આશા પણ ઉધોગે રાખી છે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સીલના ચેરમેન દિનેશ નવડીયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.