- ગ્રામ્યમાં આજે કોરોનાના વધુ 58 કેસ નોંધાયા
- વાઈરસના લીધે 02 દર્દીના થયા મોત
- હાલ 1457 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ
સુરત : છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રવિવારે આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ સુરત ગ્રામ્યમાં માત્ર 58 પોઝિટિવ કેસ જ નોંધાયા હતા. જ્યારે કોરોના વાઈરસના લીધે 02 દર્દીના મોત થયા હતા. હાલ ગ્રામ્યમાં કોરોના કેસનો આંક 31212 અને મુત્યુઆંક 460 પર પહોંચી ગયો હતો. હાલ 1457 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 163 દર્દીઓ સ્વસ્થ થયા હતા.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં આજે શુક્રવારે કોરાનાના 84 પોઝિટિવ કેસ નોંધાયા
બારડોલી અને મહુવા એક એક દર્દીનું મોત
આજે રવિવારે નોંધાયેલા કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 02, ઓલપાડ 15, કામરેજ 07, પલસાણા 05, બારડોલી 12, મહુવા 09, માંડવી 03, માંગરોળ 05 કેસ નોંધાયા છે.