સુરત: હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ધંધા-ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે અને એમાં પણ મજુરી કામ કરી રહેલા લોકોની હાલત વધુ કફોડી છે. ત્યારે સુરત નજીકના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કળાનું પ્રદર્શન કરી ઘરેથી જ અનેક વસ્તુઓ બનાવવી આજીવિકા મેળવીને ઘરના મોભી તરીકે ફરજ બજાવી રહી છે.
સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે સુરતના એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ ગૃહ સુશોભનની વસ્તુઓ ડાયરી, માસ્ક, રાખડી અને બેગ વગેરે બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જેથી તેઓ પોતાની કળાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. આ મહિલાઓઘણા સમયથી નારીત્વ ગ્રુપમાં જોડાઈ છે. જેને કારણે તેમને જરૂરી સામાન તેમના ઘર સુધી પહોંચાડવા અને લેવામાં આવે છે.
સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે હાલમાં આવી રહેલા રક્ષાબંધન પર્વને લઇને તેઓએ રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડી બનાવતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનિટાઈઝરનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે તેઓની ઈચ્છા હાલ આ કપરા સમયમાં જીવનની રક્ષા કરી રહેલા ડોક્ટર, નર્સ અને પોલીસ અધિકારીઓને રાખડી બાંધવાની ઇચ્છા છે. ઘરના કામકાજની સાથે રોજના એકથી ત્રણ કલાક જેટલો સમયગાળો તેઓ રોજ આ પ્રકારની કામગીરીમાં નીકાળે છે.
સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે મિત્તલ સોજીત્રા કહે છે, ગામની વાત કરવામાં આવે તો ત્યાં લગભગ મોટેભાગની મહિલાઓ વિધવા છે અથવા કોઈના કોઈ કારણે ઘરની જવાબદારી તેમના ઉપર આવી છે. હાલ 40 જેટલી આદિવાસી મહિલાઓ અનેક પ્રકારનું બારીકાઈથી ભર્યું કામ કરીને પોતાનું અને ઘરનું ગુજરાન ચલાવી રહી છે. તેમને ઓછી મહેનત અને ઓછા શ્રમે વળતર સારું મળી રહે તે પ્રમાણેની કામગીરી આપવામાં આવી રહી છે.સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે આદિવાસી મહિલા અંકિતાબેનનું કહેવું છે કે, અત્યારે કોરોનાને લઈને મજુર વર્ગને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.જેથી ઘર ચલાવવા માટે અમે કમાન સંભાળી છે. હાલ અમે મહિનાના આશરે 8 થી 9 હજાર રૂપિયા જેટલી રોજી મેળવી રહ્યા છે.
સુરત : એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે